ડ્રગ્સ કેસમાં એનસીબી અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આક્ષેપો અને વિવાદોના પગલે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ ફાતરૂજીએ બોમ્બે હાઇકોર્ટમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક સામે માનહાનિનો કેસ કર્યો છે.


 


ડ્રગ્સ કેસમાં એનસીબી અધિકારી સમીર વાનખેડે પર લાગેલા આક્ષેપો અને વિવાદોના પગલે સમીર વાનખેડેના પિતા ધ્યાનદેવ ફાતરૂજીએ બોમ્બે હાઇકોર્ટમાં મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી નવાબ મલિક સામે માનહાનિનો કેસ કર્યો છે. નોંધાયેલા કેસમાં સમીર વાનખેડેના પિતાએ નવાબ મલિક પર ચરિત્ર અને પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડવાનો આરોપ લગાવ્યો છે. તો સમીર વાનખેડેના વકિલ અર્શદ શેખે આ મામલે જવાબ આપતા કહ્યું કે, નવાબ મલિક વાનખેડેના પરિવાર પર રોજ ખોટા આરોપ લગાવે છે. મલિક તેના પરિવારને ફ્રોડ કહી રહ્યાં છે.અને તેને ધર્મ પર પણ સવાબ ઉઠાવી રહ્યાં છે કે તે હિંદુ નથી. આટલું જ નહીં મલિક તેમની દીકરી યાસ્મીનની પણ કરિયર બરબાદ કરી રહ્યાં છે. જે એક ક્રિમનલ લોયર છે. વાનખેડેના વકીલે કહ્યું કે, મલિક સમીરના પરિવારની સામાજિક પ્રતિષ્ઠા અને તેની છબી ખરાબ કરી રહ્યાં છે.


 


વાનખેડેના વકીલના જણાવ્યા અનુસાર, માનહાનિના કેસમાં કહેવામાં આવ્યું છે કે, મલિકે સમીર વાનખેડેના પરિવારના સભ્યોના નામ, ચારિત્ર્ય, પ્રતિષ્ઠા અને સામાજિક છબી સાથે પૂર્વગ્રહ પેદા કર્યો છે. વાનખેડેના પિતા ધ્યાનદેવે માંગ કરી છે કે, મલિક, તેમના પક્ષના નેતાઓ અને અન્ય તમામને તેમની અને તેમના પરિવાર વિરુદ્ધ મીડિયામાં કોઈપણ વાંધાજનક, બદનક્ષીકારક સામગ્રી લખવા, બોલવા અથવા પ્રકાશિત કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે.ધ્યાનદેવે હાઈકોર્ટમાં અપીલ કરી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે, બંને મલિકના નિવેદનો અને આક્ષેપો, ભલે લેખિત હોય કે મૌખિક, તેમની અને તેમના પરિવારની છબીને નુકસાન પહોંચાડે છે. આ રીતે કરાયેલા આક્ષેપો અત્યાચારી અને બદનક્ષીભર્યા છે. આ સિવાય ધ્યાનદેવે હાઈકોર્ટમાં અપીલ કરી હતી અને કહ્યું હતું કે નવાબ મલિકના ઈલેક્ટ્રોનિક અને સોશિયલ મીડિયામાં આપવામાં આવેલા તમામ નિવેદનોને વહેલી તકે દૂર કરવામાં આવે.