Surendranagar police encounter :સુરેન્દ્રનગર માલવણ ચોકડી પાસે પોલીસ એન્કાઉન્ટરમાં બે પિતા-પુત્રી આરોપીના મોત થયા છે. સમગ્ર ઘટનાની વાત કરીએ તો ગેડીયા ગેંગનો મુખ્ય સુત્રધાર હનીફખાન ઉર્ફે કાળોમુન્નો 50  થી વધુ ગુનામાં વોન્ટેડ હતા.  અને તેઓ ગેડીયા ગામમાં તેના ઘરે આવ્યો હોવાની બાતમીના આધારે માલવણ પોલીસ આરોપીની ધરપકડ કરવા ગઇ હતી. આ સમય દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લાની માલવણ ચોકડી નજીક આજે પોલીસ પેટ્રોલિંગ કરી રહી હતી. આ દરમિયાન વોન્ટેડ હનીફ ખાન ઉર્ફે કાળો મુન્નો અને તેના પુત્ર મદીને પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે સ્વબચાવ માટે ફાયરિંગ કર્યું હતું.  આરોપીએ પોલીસ પર હુમલો કરી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે પોલીસે ફાયરિંગ કરતા બંને આરોપીના મોત થયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલા ગેડિયા ગામની ગેંગ 123 ગુનાઓ આચરી ચુકી છે. ગુજરાતના 7 જિલ્લામાં ગુના આચરનાર ગેંગના સભ્યોને ઝડપવા માટે  પોલીસે આરોપીઓ વિરૂધ્ધ ગુજસીટોક ગુનો દાખલ કર્યો હતો. આરોપી પિતાનું નામ મુન્નો અને પુત્રનું નામ મદિન છે.  


 આ ઘટના દરમિયાન બે મહિલા પણ ઇજાગ્રસ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. બંને ઘાયલ મહિલાઓને  સી યુ.શાહ મેડિકલ કોલેજ હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરાઇ છે. તો બંન્ને આરોપીના મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લાવવામાં આવ્યા છે. બંને બંન્નેના પેનલ ડોક્ટરો દ્રારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. આરોપીએ પોલીસ પર પણ જીવલેણ હુમલો કર્યો હતો. બંને પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલા થયા બાદ તેમને તાબડતોબ સુરેન્દ્રનગર સરકારી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. આરોપીના પરિજનોએ ન્યાયની માંગણી કરતા મૃતદેહ ન સ્વીકારીને એન્કાઉન્ટરનો વિરોધ નોંધાવ્યો છે. આ ગુજસીટોકના આરોપી હતા,


તો બીજી તરફ એન્કાઉન્ટર બાદ ગેડિયા ગામમાં કોઇ અનિચ્છનિય ઘટના ન બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે.  ગેડિયા ગામે ફાયરીગ મામલે રેજ આઇ.જી સંદીપસિંહ મુલાકાત લીધી હતી.


આ પણ વાંચો 
Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10,853 નવા કેસ, 526 લોકોના મોત


ઇરાકના પ્રધાનમંત્રીના આવાસ પર હુમલો, સાત સુરક્ષાકર્મી ઘાયલ, હેમખેમ રહ્યાં અલ કદીમી


ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહીથી ખેડૂતો ચિતિંત, ક્યાં ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો વિગતે