ખેડા ટાઉન પોલીસ મથકમાં અચાનક આગ લાગી હતી. આગનું સ્વરૂપ એટલું ભીષણ હતું કે, આસપાસથી સ્થાનિક લોકો ઘટનાસ્થળે આગ જોવા પહોંચી ગયા હતા. આગની ઘટનાની જાણ થતાં નડિયાદ ફાયર ટીમ સહિત મહેમદાવાદ, અમદાવાદ, ઓએનજીસીની 8 ફાયર ફાઇટર્સની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. આગને ઓલવવા માટે ઘટના સ્થળે પહોંચી હતી. આગનું સ્વરૂપ એટલું વિકરાળ હતું કે આગને બુઝાવવા માટે ફાયર ટીમે દોઢ કલાકની જહેમત ઉઠાવી હતી. દોઢ કલાકની જેહમત બાદ આખરે આગ પર કાબૂ મેળવાયો હતો. . ઓઇલના બેરલોમાં આગ પ્રસરી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને આગ વધુ પ્રસરી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો તાત્કાલિક બંધ કરવામાં આવ્યો હતો.જો કે સદનસીબે આગના કારણે કોઇ જાનહાનિ નથી થઇ.


આગના કારણે ખેડા ટાઉન પોલીસ એ ગુન્હાના કામમાં અટકાયતમાં લીધેલા વાહનો આગમાં હોમાઇ ગયા હતા. ખેડા ટાઉન પોલીસ સ્ટેશન ની હદ માં ખુલ્લા ગ્રાઉન્ડ માં મૂકેલા અને ગુન્હા ના કામ માં જપ્ત કરેલ તમામ વાહનો આગમાં બળીને ખાક થઇ ગયા હતા. નડિયાદ ફાયર બ્રિગેડના ફાયર સુપરિટેન્ડન્ટ દિક્ષીત પટેલે કહ્યું કે,  ‘ગુનાના કામ અને ડિટેન કરેલા  વાહનો, અને કેમિકલના બેરલ બળીને ખાક થઇ ગયા છે. આગનું સ્વરૂપ એટલું ભીષણ હતું કે, નાસભાગ મચી ગઇ હતી. જો કે સદભાગ્યે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ નથી થઇ’ પરંતુ માલને મોટું નુકસાન થુયાના અહેવાલ સામે આવ્યા છે


આ પણ વાંચો


Coronavirus Cases Today: દેશમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયા 10,853 નવા કેસ, 526 લોકોના મોત


ઇરાકના પ્રધાનમંત્રીના આવાસ પર હુમલો, સાત સુરક્ષાકર્મી ઘાયલ, હેમખેમ રહ્યાં અલ કદીમી


ગુજરાતમાં પાંચ દિવસ વરસાદની આગાહીથી ખેડૂતો ચિતિંત, ક્યાં ક્યાં પડી શકે છે કમોસમી વરસાદ, જાણો વિગતે