Amarnath Yatra :પવિત્ર અમરનાથ ગુફામાંથી પરત ફરતી વખતે શુક્રવારે મોડી રાત્રે 50 વર્ષીય તીર્થયાત્રીનું મૃત્યુ થયું હતું, પોલીસે જણાવ્યું હતું. તે કાલીમાતા પાસે ફસાઈ ગયો અને 300 ફૂટ ઊંડી ખીણમાં પડી ગયો હતો.


જો કે ઘટનાની જાણ થતાની સાથે જ તાબડતોબ  તીર્થયાત્રીના  બચાવ  માટે રેસ્ક્યુ ટીમ પહોંચી હતી ઉપરાંત સેનાએ પણ રેસ્ક્યુ માટે પ્રયાસ હાથ ધર્યા હતા, ભારે જહેમત બાદ તેમનું રેસક્યુ કરવામાં આવ્યું હતું પરંતુ  બાદ સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. મૃતકની ઓળખ વિજય કુમાર શાહ તરીકે થઈ છે. તે બિહારના રોહતાસ જિલ્લાના તુમ્બા ગામનો રહેવાસી હતો.આજે રાત્રે મૃતદેહ તેમના વતન લાવવામાં આવે તેવી શક્યતા છે.


મળતી માહિતી મુજબ આ વ્યક્તિ ઘરે જાણ કર્યાં વિના  જ અમરનાથ યાત્રામાં જોડાયા હતા. અમરનાથ જવા અંગે પરિવારના સભ્યોને જાણ કરી ન હતી. 17 ઓગસ્ટના રોજ પરિવારે રોહતાસ પોલીસ સ્ટેશનમાં તેના અપહરણ માટે FIR નોંધાવી હતી. આ FIR તેમની પત્ની નીલમ દેવીએ નોંધાવી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે 13 ઓગસ્ટના રોજ તેનો પતિ વિજય કુમાર સવારે 4 વાગે કોઈ જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગયા હતા. સંબંધીઓ  અને શક્ય બધીજ જગ્યાએ  શોધખોળ કરવા છતાં તેની ભાળ ન હતી મળતી. આ દરમિયાન જ અમરનાથમાં અકસ્માતે તેમના મોતના સમાચાર મળતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો.


રોહતાસ પોલીસ સ્ટેશનના પ્રમુખ કુમાર ધર્મેન્દ્રએ જણાવ્યું કે શુક્રવારે રાત્રે 11 વાગે માહિતી મળી કે અમરનાથ યાત્રા દરમિયાન ખાઈમાં પડી જવાથી એક વ્યક્તિનુ  મોત થયું છે. આ ઘટના મધ્ય કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં બાલતાલ તરફ કાલી માતા મોડ પાસે બની હતી. અકસ્માત અંગે સંબંધીઓને જાણ કરવામાં આવી છે.                    


આ પણ વાંચો


ગુજરાતના આ પ્રસિદ્ધ યાત્રાધામમાં ફરી પ્રસાદ મામલે સર્જાયો વિવાદ, જાણો શું છે સમગ્ર મામલો અને ભક્તોની માંગણી


IND vs IRE 1st T20I: ટી20 સિરીઝમાં ભારતની શાનદાર શરુઆત, આયર્લેન્ડને બે રને હરાવ્યું


Gujarat Monsson: રાજ્યમાં ફરી જામશે વરસાદી માહોલ, આજે અહીં થશે મેઘમહેર


Shani Dosh Upay: કુંડળીમાં શનિની બગડેલી દશાને કેવી રીતે કરશો ઠીક ? જાણો શનિના મુખ્ય ઉપાય