જકાર્ત :યુએસ જિયોલોજિકલ સર્વે અનુસાર, મંગળવારે વહેલી સવારે પૂર્વ ઇન્ડોનેશિયામાં 7.3ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. આ સાથે સુનામીની ચેતવણી પણ અપાઇ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર ઉત્તર સમુદ્રમાં મૌમેરે શહેરથી 100 કિલોમીટર દૂર 18.5 કિલોમીટરની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા સ્થાનિક સમય અનુસાર સવારે 3.20 કલાકે અનુભવાયા હતા.


 યુએસ જીઓલોજિકલ સર્વે અનુસાર પૂર્વી ઈન્ડોનેશિયામાં મંગળવારે વહેલી સવારે 7.3ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો હતો. આ સાથે સુનામીની ચેતાવણી પણ અપાઇ છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર મૌમેરે શહેરથી 100 કિમી ઉત્તરમાં 18.5 કિમીની ઊંડાઈએ હતું. ભૂકંપના આંચકા સ્થાનિક સમય અનુસાર સવારે 3.20 કલાકે અનુભવાયા હતા.


પેસિફિક સુનામી વોર્નિંગ સેન્ટરે કહ્યું: "ભૂકંપ કેન્દ્રથી 1,000 કિમી (600 માઇલ) ત્રિજ્યામાં દરિયાકાંઠે ખતરનાક સુનામી મોજાં શક્યતા છે."


યુએસજીએસએ કહ્યું કે, સદનશીબે જાનહાનિ ઓછી છે. જો કે, "આ પ્રદેશમાં તાજેતરના ધરતીકંપોને કારણે સુનામી અને ભૂસ્ખલન જેવા  ખતરાની શક્યતા ટાળી ન શકાય.."


પ્રશાંત "રિંગ ઓફ ફાયર" પર તેની સ્થિતિને કારણે, ઇન્ડોનેશિયા વારંવાર ધરતીકંપ અને જ્વાળામુખી ફાટવાનો અનુભવ કરી રહ્યું છે. આ વિસ્તાર  તીવ્ર ધરતીકંપની ગતિવિધીનું ચાપ છે જ્યાં ટેક્ટોનિક પ્લેટો અથડાય છે. તે જાપાનથી દક્ષિણપૂર્વ એશિયા અને પેસિફિક બેસિન સુધી વિસ્તરે છે.


નોંધનિય છે કે, વર્ષ 2004માં ઈન્ડોનેશિયાના સુમાત્રાના દરિયાકાંઠે 9.1ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ આવ્યો હતો અને ત્યારબાદ  સુનામી આવી હતી. જેના કારણે  ઇન્ડોનેશિયામાં લગભગ 170,000 સહિત સમગ્ર પ્રદેશમાં 2,20,000 લોકો માર્યા ગયા હતા.


આ પણ વાંચો


કરીના-અમૃતા અરોરા પછી બોલીવુડની વધુ બે એક્ટ્રેસ કોરોના પોઝિટિવ, સલમાનના ઘરમાં કોને થયો કોરોના ?


Kareena Kapoor Corona Positive: કોરોના પોઝિટિવ થયા બાદ કરીના કપૂરનું સામે આવ્યું નિવેદન, સોશિયલ મીડિયા પર કહી આ વાત


કરિના કપૂર અને અમૃતા અરોડા નીકળ્યા કોરોના પૉઝિટીવ, જાણો ક્યાંથી લાગ્યો બન્નેને કોરોનાનો ચેપ