Earthquake :તુર્કી સીરિયા બાદ હવે ન્યુઝીલેન્ડની ધરા ધ્રૂજી છે. ન્યુઝીલેન્ડમાં આજે  રોજ 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો છે.  EMSCની માહિતી અનુસાર, લોઅર હટના નોર્થ વેસ્ટની પાસે  78 કિમી ઉત્તર-પશ્ચિમમાં તેનું એપિસેન્ટર હોવાનું સામે આવ્યું છે.  રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્ર્તા  6.1 માપવામાં આવી છે. ભૂકંપને લઇને કેટલું નુકસાન થયું  તે અંગેના હજુ કોઇ અહેવાલ મળ્યાં નથી.


યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર (EMSC) અનુસાર, ભૂકંપ વેલિંગ્ટન નજીક લોઅર હટથી 78 કિમી ઉત્તર-પશ્ચિમમાં આવ્યો હતો. સરકારી સિસ્મિક મોનિટર જિયોનેટે જણાવ્યું હતું કે આંચકા 48 કિમી (30 માઇલ) ની ઊંડાઈએ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર પરાપરમુ શહેરથી 50 કિમી દૂર હતું.


જિયોનેટ અનુસાર, સમગ્ર દેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જો કે ભૂકંપના કારણે થયેલા નુકસાનની હજુ સુધી જાણકારી મળી શકી નથી. આ આંચકો એવા સમયે આવે છે જ્યારે ન્યુઝીલેન્ડ પહેલાથી જ ચક્રવાત ગેબ્રિયલના કારણે થયેલા વિનાશથી ઝઝૂમી રહ્યું છે. જેમાં ચાર લોકોના મોત થયા હતા અને 10,500થી વધુ લોકો વિસ્થાપિત થયા હતા.


રાજ્યમાં આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી, જાણો ગરમીનો પારો કેટલા ડિગ્રી સુધી પહોંચી શકે છે?


ગાંધીનગરઃ  રાજ્યમાં હાલ મોડી રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ મિશ્ર સિઝનનો અનુભવન થઈ રહ્યો છે. આજથી ઠંડીમાં ઘટાડો અને ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી ચાર પાંચ દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો અનુભવાશે. કેટલાક સ્થળોએ મહત્તમ તાપમાનનો પારો વધતા દિવસ દરમિયાન ગરમીમાં પણ વધારો થશે.


હવામાન વિભાગ અનુસાર અમદાવાદમાં આવતીકાલથી ગરમીનું પ્રમાણ વધવા લાગશે. અને સોમવાર સુધીમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચી શકે છે. તો 14 શહેરોમાં લધુતમ તાપમાન પણ 34 ડિગ્રીની ઉપર નોંધાયુ હતુ. રાજ્યના અલગ અલગ શહેરોમાં નોંધાયેલા લઘુતમ તાપમાનના આંકડાની વાત કરીએ તો રાજકોટ, ભૂજ અને સુરેન્દ્રનગરમાં 35.8 ડિગ્રી તાપમાન પહોંચ્યુ હતું. જ્યારે મહુવા અને સુરતમાં લઘુતમ તાપમાન 35.4 ડિગ્રી પર પહોંચ્યુ હતુ. વલસાડમાં 35.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયુ હતું. ડીસા, અમરેલી અને પોરબંદરમાં લઘુતમ તાપમાન 34 ડિગ્રી પર પહોંચ્યું હતું. તો અમદાવાદમાં 34.1 ડિગ્રી, વડોદરામાં 34. બે ડિગ્રી, નલિયામાં 34.4 ડિગ્રી, વલ્લભવિદ્યાનગર અને કેશોદમાં 34.6 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ.