India vs West Indies: મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં (Women's T20 World Cup) આજે ભારતીય ટીમની ટક્કર વેસ્ટ ઇન્ડિઝ મહિલા ટીમ સામે થવાની છે. ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં પોતાની પહેલા મેચમાં પાકિસ્તાનની 7 વિકેટથી હરાવી ચૂકી છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને પોતાની પહેલી ટીમમાં ઇંગ્લેન્ડ મહિલા ટીમે સામે હારનો સામનો કરવો પડ્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ભારતીય ટીમનું પલડુ ભારે દેખાઇ રહ્યું છે. ટી20 આંતરરાષ્ટ્રીય રેન્કિંગ્સમાં તો ભારતીય ટીમ વેસ્ડિઝથી ખુબ આગળ છે. આની સાથે જ હેડ ટૂ હેડ રેકોર્ડની વાત કરીએ પણ કેરેબિયન ટીમ ભારતીય ટીમથી પછડાત ખાતી દેખાઇ રહી છે. બન્ને ટીમો વચ્ચે અત્યાર સુધી કુલ 20 આંતરરાષ્ટ્રીય ટી20 મેચો રમાઇ છે, જેમાં ભારતીય ટીમે 12 મેચોમાં જીત હાંસલ કરી છે, તો વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમને માત્ર 8 મેચોમાં જ જીત મળી છે. આ હિસાબે પણ કેરેબિયન મહિલા ટીમ દબાણમાં રહેશે. જાણો અહીં આ આઇસીસી મહિલા ટી20 વર્લ્ડકપ 2023માં બન્ને ટીમોની કેવી છે ફૂલ સ્ક્વૉડ, કયા કયા ખેલાડીઓને સામેલ કરવામાં આવ્યા છે સ્ક્વૉડમાં. જુઓ....
બન્ને ટીમોની ફૂલ સ્ક્વૉડ -
ભારતીય મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ -
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના, શેફાલી વર્મા, યાસ્તિકા ભાટિયા, ઋચા ઘોષ, જેમિમા રોડ્રિગ્સ, હરલીન દેઓલ, દીપ્તી શર્મા, દેવિકા વૈદ્ય, રાધા યાદવ, રેણુકા ઠાકુર, અંજલી સરવાની, પૂજા વસ્ત્રાકર, રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે
વેસ્ટ ઇન્ડિઝની મહિલા ક્રિકેટ ટીમની ફૂલ સ્ક્વૉડ -
હેલી મેથ્યૂઝ (કેપ્ટન), શીમૈન કેમ્પબેલે, આલિયા એલિની, શમિલિયા, કૉનેલ, એફી ફ્લેચર, શાકિબા ગઝનબી, ચિનેલ હેનરી, ટ્રિશેન હૉલ્ડર, જેનાબા જોસેફ, શીડીન નેશન, કરિશ્મા રામાર્ક, શકીરા સેલમન, સ્ટેફની ટેલર, રાશદા વિલિયમ્સ, જૈદા જેમ્સ.
--