Assembly Elections:ચૂંટણી પંચે રોડ શો, વાહન રેલી અને જુલુસ પર 11 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધને લંબાવ્યો છે. તો ડોર ટૂ ડોર અભિયાન માટે લોકોની સંખ્યા 10થી વધીને 20 કરી દેવાઇ છે. જનસભાઓ માટે પંચે લોકોની સંખ્યાની મર્યાદા વધારીને 500થી 1000 કરી દીધી છે.
ચૂંટણી પંચે 5 રાજ્યોમાં થઇ રહેલા વિધાનસભાની ચૂંટણીમાં રેલી, રોડ શો પર લાગેલા પ્રતિબંધને 11 ફેબ્રુઆરી સુધી લંબાવી દીધો છે. તો બીજી તરફ ચૂંટણી પંચે જનસભામાં 1000 લોકોની સંખ્યાને મંજૂરી આપી છે. તો ઇનડોર બેઠરમાં 500 લોકો સામેલ થઇ શકે છે. તો ડોર ટૂ ડોર સંપર્કમાં 20 લોકોની સંખ્યાને મંજૂરી આપી છે. ચૂંટણી પચે હવે રાજનૈતિક દળને ત્યાં સુધી છૂટ આપી છે કે, તે વધુમાં વધુ 500 વ્યક્તિ અથવા તો હોલની ક્ષમતાથી 50 ટકા લોકો સાથે ઇન્ડોર બેઠક કરી શકશે.
કોવિડ-19ના કેસોમાં થયેલા વધારાને પગલે ચૂંટણી પંચે 8 જાન્યુઆરીએ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ગોવા, પંજાબ અને મણિપુર માટે મતદાનના કાર્યક્રમની ધોષણા દરમિયાન સીધી રેલીઓ અને રોડ શો પર પ્રતિબંધ મૂક્યો હતો.
22 જાન્યુઆરીના રોજ મળેલી છેલ્લી બેઠક દરમિયાન, પંચે પાંચ રાજ્યોમાં સીધી રેલીઓ અને રોડ શો પરનો પ્રતિબંધ 31 જાન્યુઆરી સુધી લંબાવ્યો હતો, પરંતુ જે વિધાનસભા મતવિસ્તારોમાં પ્રથમ બે તબક્કામાં મતદાન થવાનું છે ત્યાં મતદાન થશે. વધુમાં વધુ 500 લોકો. હાજરીમાં જાહેર સભાઓ યોજવાની પરવાનગી આપવામાં આવી હતી, તેમજ ડોર-ટુ-ડોર પ્રચારના નિયમોમાં છૂટછાટ આપવામાં આવી હતી.
મધ્યપ્રદેશમાં શરૂ થશે સ્કૂલ?
MP School Reopening: દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે, આ દરમિયાન ઘણા રાજ્યોમાં આવતીકાલથી શૈક્ષણિક કાર્ય શરૂ થઈ રહ્યું છે. ગુજરાતને અડીને આવેલા મધ્યપ્રદેશમાં પણ આવતીકાલથી તમામ સ્કૂલે શરૂ થશે તેમ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે જાહેરાત કરી છે.
ન્યૂઝ એજન્સી એએનઆઈના ટ્વીટ પ્રમાણે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું રાજ્ય સરકારે 1 ફેબ્રુઆરીથી ધો. 1 થી 12 સુધીના વર્ગો 50 ટકા ક્ષમતા સાથે શરૂ કરવામાં આવશે.
મધ્યપ્રદેશમાં રવિવારે કોરોના વાયરસના ચેપના 9,305 નવા દર્દીઓની પુષ્ટિ થયા પછી, કુલ કેસ વધીને 9,59,439 થઈ ગયા છે. આરોગ્ય વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં રોગચાળાને કારણે નવ લોકોના મોત થયા છે. આ સહિત, રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,616 લોકોએ ચેપને કારણે જીવ ગુમાવ્યો છે.