Budget 2024:નાણામંત્રી નિર્મલા સીતારમણ 1 ફેબ્રુઆરીએ સતત છઠ્ઠું બજેટ રજૂ કરશે. આ સાથે તેના નામે અનેક રેકોર્ડ નોંધાશે. તે સતત પાંચ સંપૂર્ણ બજેટ અને એક વચગાળાનું બજેટ રજૂ કરીને ભૂતપૂર્વ વડા પ્રધાન મોરારજી દેસાઈની ક્લબમાં જોડાશે. સીતારમણ પ્રથમ પૂર્ણ-સમયના મહિલા નાણાં પ્રધાન છે, જેમણે જુલાઈ 2019 થી પાંચ સંપૂર્ણ બજેટ રજૂ કર્યા છે. પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈએ સૌથી વધુ 10 વખત બજેટ રજૂ કર્યાં હતા.
- નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે તેમનું પ્રથમ વચગાળાનું બજેટ રજૂ કરશે. વર્ષ 2019ની શરૂઆતમાં નાણામંત્રી અરુણ જેટલીની નાદુરસ્ત તબિયતને કારણે તે સમયે નાણામંત્રીનો હવાલો સંભાળતા પીયૂષ ગોયલે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું.
- ચાલો જાણીએ કે, ગુરુવારે વચગાળાનું બજેટ રજૂ કરતા પહેલા નાણામંત્રીનો કાર્યક્રમ કેવો હશે અને બજેટ 2024 સંસદમાં કયા સમયે રજૂ કરવામાં આવશે.
- ગુરુવારે સવારે 8.15 વાગ્યે, નાણામંત્રી સૌપ્રથમ તેમની ટીમ સાથે ફોટો સેશનમાં ભાગ લેશે જે બજેટ 2024 તૈયાર કરશે.
- સવારે 8.45 કલાકે નાણામંત્રી મહામહિમ રાષ્ટ્રપતિને મળશે અને બજેટની મંજૂરી લેશે.
- નાણામંત્રી નિર્મલા સીતારમણ ગુરુવારે સવારે 9.15 કલાકે સંસદ પહોંચશે.
- સવારે 10 વાગ્યે કેબિનેટની બેઠક મળશે જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
- નાણામંત્રી સવારે 11 વાગ્યે સંસદમાં વર્ષ 2024નું વચગાળાનું બજેટ રજૂ કરશે. આ વર્ષે સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે. સામાન્ય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ નવી સરકાર સંભવતઃ જુલાઈ મહિનામાં સંપૂર્ણ બજેટ રજૂ કરશે.