Pm Modi Gujarat Visit: PM મોદી આજથી 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. ઉલ્લખનિય છે કે, ત્રીજા વાર વડાપ્રધાન બન્યા બાદ તેઓની આ પહેલી ગુજરાતની મુલાકાત છે. તેઓ આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી મેટ્રો રેલમાં પ્રવાસ કરશે, આજે આજે 4.30 વાગ્યે વડસર એયરફોર્સ સ્ટેશનની મુલાકાત લેશે. તો આવતી કાલે મહાત્મા મંદિરના કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહેશે, ગ્લોબલ રિ-ઈન્વેસ્ટ રિન્યૂએબલ એનર્જી સમિટને પણ સંબોધિત કરશે. તો કાલે બપોરે 1.30 વાગ્યે લોકાર્પણ કરી મેટ્રો રેલની સફર કરશે. પીએમ મોદી તેમના જન્મદિવસની સવારે અમદાવાદથી ભુવેનેશ્વર જવા રવાના થશે.
PM મોદી 15 સપ્ટેબરથી ગુજરાતના પ્રવાસે
પીએમ મોદી આજથી 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે 4 વાગ્યે તેઓ અમદાવાદ એરપોર્ટ પહોંચશે. અહીંથી તેઓ વડસર એરફોર્સ સ્ટેશન રવાના થશે, તેઓ આ અહી નિર્માણ થયેલા ઓપરેશન કોમ્પલેકસની મુલાકાત લેશે, બાદ તેઓ ગાંધીનગર રવાના થશે અને અહીં રાત્રિ રાકોણ અને ડિનર સાથે કેટલીક મહત્વની બેઠકમાં હાજરી આપશે, બાદ 16 સપ્ટેબરે સવારે તેઓ ફોર્થ ગ્લોબલ રિન્યુએબલ એનર્જી સમિટનો શુભારંભ કરાવશે, ત્યારબાદ ફરી 12 વાગ્યે ગાંધીનગર રાજભવનમાં પરત ફરશે. લંચ બાદ તેઓ લગભગ 1:30ની આસપાસ ગાંઘીનગર સેક્ટર 1માં તૈયારા થયેલા મેટ્રો સ્ટેશનનની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ ગિફ્ટ સિટી સુધી મેટ્રો ટ્રેનમાં પ્રવાસ પણ કરી શકે છે. બાદ તેઓ અમદાવાદ જશે અને અહી GMDC ગ્રાઉન્ડમાં યોજનાર એક કાર્યક્રમમાં હાજરી આપશે. ત્યાર બાદ તેઓ ગાંધીનગર પરત પરત ફરશે અને ડિનર રાત્રિ રોકાણ બાદ સવારે અમદાવાદથી ભુવનેશ્વર જવા રવાના થશે. ઉલ્લેખનિય છે કે 17 સપ્ટેમ્બરે પીએ મોદીનો જન્મદિવસ છે. ત્યારે જન્મદિવસથી શુભકામના લઇને તેઓ અમદાવાદથી રવાના થશે.
ઉલ્લેખનિય છે કે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ટાટાનગર એટલે કે જમશેદપુર પહોંચી શક્યા નથી. ખરાબ હવામાનને કારણે તેમની યોજનાઓ બદલાઈ ગઈ હતી. જોકે, વંદે ભારત ટ્રેન હવે ટાટાનગરથી રવાના થઈ છે. પીએમ મોદીએ રાંચીથી ઓનલાઈન જઈને ટ્રેનોને લીલી ઝંડી આપી હતી.
ખરાબ હવામાનના કારણે રાંચીથી જમશેદપુરની ફ્લાઈટ ઓપરેટ થઈ શકી ન હતી. તમને જણાવી દઈએ કે ઝારખંડના ઘણા ભાગોમાં રવિવારે વહેલી સવારથી પવન સાથે વરસાદ ચાલુ છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે રાંચીથી રોડ માર્ગે જમશેદપુર જવા રવાના થયા છે. તેઓ જમશેદપુરના ગોપાલ મેદાનમાં આયોજિત જનસભાને સંબોધિત કરશે.આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા, પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન, અર્જુન મુંડા અને અન્ય મહાનુભાવો ગોપાલ મેદાનના મંચ પર પહોંચ્યા છે.
આ પણ વાંચો
Delhi News: અરવિંદ કેજરીવાલે CM પદેથી રાજીનામું આપવાની કરી જાહેરાત,સિસોદિયા પણ નહીં સંભાળે પદ