Gandhinagar News: રાજ્યમાં હાલ બઢતી, બદલીનો દોર ચાલી રહ્યો છે. GAS કેડરના 20 અધિકારીઓને બઢતી અપાઈ છે. જેમાં અધિકારી એ.જે.ગામીત, એસ.કે.પટેલ, એન.એફ.ચૌધરી, એચ.પી.પટેલ, જે.કે.જાદવ, ડી.કે.પંડ્યા, ડી.કે.બ્રહ્મભટ્ટ, એમ.પી.પંડ્યા, આર.વી.વાળા. આર.વી.વ્યાસ, એન.ડી.પરમાર. આર.એન.કુચારા, આર.પી.પટેલ, સી.બી.ગણાત્રા, સી.એ.ગાંધી, બી.એન.પટેલ, એ.કે.જોષી. કે.એસ.ઝાલા, વી.કે.જાદવ, વી.જી.પટેલને બઢતી અપાઇ છે.
આ અધિકારીઓમાં વિવિધ ડેપ્યુટી કમિશ્નર, રેસિડેન્ટ એડિશનલ કલેકટર, એડિશનલ ડાયરેક્ટર, ડેપ્યુટી કલેકટર વગેરે જેવા અધિકારીઓનો સમાવેશ થાય છે.
આઈએએસ ડીએસ ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મૂળ મહેસાણાના વતની ડી.એસ.ગઢવીએ ઈલેક્ટ્રોનિક્સ વિષય સાથે બી.ઈ.નો અભ્યાસપૂર્ણ કરીને ગુજરાત જાહેર સેવા આયોગની પરીક્ષા પાસ કરીને સરકારી સેવામાં જોડાયા હતા. 2015ના પ્રોબેશનરી આઈ.એ.એસ દિલીપ એસ ગઢવીએ 2022માં આણંદ જિલ્લા કલેકટર તરીકે પદભાર સંભાળ્યો હતો, તેમને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી નાંખવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મિલિંદ બાપનાને આણંદનો ચાર્જ સોપંવામાં આવ્યો છે.
ગઢવીનો એક વિવાદાસ્પદ વીડિયો ગાંધીનગર ઉચ્ચ કક્ષાએ પહોંચ્યો હતો. તેની તપાસ ઉચ્ચ કક્ષાની કમિટી કરી રહી છે અને હવે તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અગાઉ તેઓ ખેડાના ડીડીઓ હતા ત્યારે પણ એક વિવાદમાં ફસાયા હતા. હવે તેમને આણંદ કલેકટર પદેથી હટાવી દેવામાં આવ્યા છે.