Vibrant Gujarat 2024: વાઇબ્રન્ટ ગુજરાત સમિટનો આજે અંતિમ દિવસ હતો. 3 દિવસમાં MOU અને કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં સમાપન સમારોહ યોજાયો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ, કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સહિત રાજ્યના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત દેશ અને રાજ્યના ઉધોગપતિઓ સમાપન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા.


 






વાયબ્રન્ટ ગુજરાતમાં રેકોર્ડ બ્રેક MOU થયા


જો આ વર્ષની વાયબ્રન્ટ સમિટની વાત કરીએ તો ગુજરાતમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા છે. રાજ્યમાં ૧૦મી વાયબ્રન્ટ સમિટમાં રૂ. ૨૬.૩૩ લાખ કરોડના એમઓયુ થયા છે. ૧૦મા વાયબ્રન્ટમા ૪૧,૨૯૯ એમઓયુ થયા છે. ૯૮,૫૪૦ પ્રોજેક્ટમાં કુલ ૪૫ લાખ કરોડથી વધુના એમઓયુ થયા છે. નોંધનિય છે કે, 2022મા કોરોનાને કારણે મુલત્વી રહેલી વાયબ્રન્ટ સમિટમાં 57, 241 પ્રોજેક્ટ્સમાં ₹18.87 લાખ કરોડના રોકાણોના MoU થયા હતા. વાયબ્રન્ટ સમિટની આ 10મી કડીમાં વર્ષ 2024મા 41, 299 પ્રોજેક્ટ્સમાં ₹26.33 લાખ કરોડના રોકાણો માટેના MoU થયા છે. કુલ મળીને 98,540 પ્રોજેક્ટ્સ માટે ₹45 લાખ કરોડથી વધુના રોકાણો માટે MoUની વિરલ અને ઐતિહાસિક સિદ્ધિ ગુજરાતે હાંસલ કરી.


 






રાજ્યમાં રોકાણ આકર્ષિત કરવામાં પણ ભુપેન્દ્ર પટેલે ભૂતકાળનો રેકોર્ડ તોડયો છે. આ વખતે 36 કન્ટ્રી સેમિનાર. 21 થિમેટિક સેમિનાર યોજાયા હતા. જ્યારે 77 ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના 17 મંત્રીઓ વાઇબ્રન્ટમાં હાજર રહ્યા હતા.  150 અલગ અલગ સેમિનાર યોજાયા હતા. 13 રાજ્યોના 6 અલગ અલગ સેમિનાર યોજાયા હતા. 19 રાજ્યોના પ્રતિનિધિ વાઇબ્રન્ટ ગુજરાતમાં હાજર રહ્યા હતા. આ વખતે ઐતિહાસિક રોકાણ અને MOU થયા છે.


મુખ્યમંત્રીએ VGGS-24ના ત્રીજા દિવસે આયોજીત MSME કોન્ક્લેવમાં દેશભરમાંથી પધારેલા નાના-લઘુ અને સુક્ષ્મ ઉદ્યોગકારો, રોકાણકારો અને નીતિ નિર્ધારકોને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે, ૨૦૦૩માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની પરંપરા વડાપ્રધાનએ શરૂ કરી ત્યારે ઘણી બધી સુવિધાઓનો અભાવ હતો. બે દાયકા પછી હવે જ્યારે અત્યાધુનિક ફેસિલિટીઝ ઉપલબ્ધ છે ત્યારે વાઇબ્રન્ટ સમિટને ગ્લોબલ પ્લેટફોર્મ બનાવવાની સાથે-સાથે રાજ્યના નાના-લઘુ ઉદ્યોગકારોને વિકસવા માટેનો સ્થાનિક મંચ-વોકલ ફોર લોકલ દ્વારા આપણે ઊભો કર્યો છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, રાજ્યના ઉદ્યોગો વિકાસના રાહે સફળ બને અને સારી રીતે આગળ વધે તે જોવાનું કામ સરકારનું છે, સરકાર MSMEsની પડખે સતત ઉભી છે. MSME સેક્ટર પર ફોકસ કરવાનું વડાપ્રધાનનું વિઝન છે. રાજ્ય સરકાર અને મંત્રીમંડળની ટીમ ગુજરાત પણ MSMEs સેક્ટરના વિકાસ પર ફોકસ કરી રહી છે.