રસપ્રદ વાત એ છે કે, ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર એ 5 જિલ્લામાં ખંભાત કરતાં વધારે કેસ છે. ગુજરાતના 27 જિલ્લાના કોરોનાવાયરસના કેસો ખંભાતથી ઓછા છે. ખંભાતની વસતી માંડ એક લાખ લોકોની છે તે જોતાં વસતીના પ્રમાણમાં ખંભાતમાં ગુજરાતમાં સૌથી વધારે કેસ છે.
છેલ્લા 24 કલાકમાં ખંભાતના રાણા પરિવારના 4 કેસ પોઝીટીવ આવતાં ખંભાતમાં જ કોરોનાવાયરસના ચેપની સંખ્યા વધીને 24 થઈ છે. આણંદ જિલ્લાના કુલ 33 કેસમાંથી માત્ર ખંભાતના જ 27 કેસ છે. ખંભાતના તમામ 24 કેસ અલિંગ નામના એક જ વિસ્તારના છે.
ખંભાતમાં કોરોનાવાયરસના મોટા ભાગના કેસો કેતનભાઈ રાણા નામની વ્યક્તિના સંપર્કમાં આવવાથી વધ્યા છે. કેતનભાઈ સુરતથી આવ્યા હતા. તેમને કોરોનાવાયરસનો ચેપ લાગેલો હતો. તેના કારણે તેમના પરિવારના સાત લોકોને ચેપ લાગ્યો. એ પછી પાસે રહેતી વધુ એક વ્યક્તિને ચેપ લાગ્યો અને હવે વધુ પાંચ વ્યક્તિને ચેપ લાગતાં કેતનભાઈના કારણે 14 લોકો કોરોનાવાયરસનો ભોગ બન્યા છે.
ખંભાતમાં જે નવા ચાર કેસ નોંધાયા છે તેમાં નિશાબેન કનૈયાલાલ રાણા ( 21 વર્ષ), ગીતાબેન કનૈયાલાલ રાણા (25 વર્ષ), મંજુલાબેન રાણા ( 63 વર્ષ), રાજુભાઈ અમૃતલાલ રાણા (45 વર્ષ)નો સમાવેશ થાય છે. પેટલાદના માર્ગેશ દિનેશભાઈ પટેલ (27 વર્ષ) અને ઉમરેઠના અબ્બાસભાઈ સાહેરભાઈ વોરા (28 વર્ષ)નો પણ કોરોના પોઝિટિવ આવ્યો છે.