નર્મદા કેનાલમાં અજાણી યુવતીનો મૃતદેહ તરતો હોવાની જાણ થતાં દહેગામ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. મૃતક યુવતીએ મહેંદી અને ગુલાબી રંગની ફુલભાતવાળો ડ્રેસ અને છીકણી રંગનો પાયજામો પહેરેલો છે. તેમજ જમણા હાથે છુંદણાથી અંગ્રેજીમાં દિનેશ લખેલું છે. જ્યારે તેના હાથ પર મહેંદીથી દીશા અને દિનેશ લખેલું છે.
બારડોલી કોઠી ગામની કેનાલમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવી તે કેનાલની બહાર થોડા અંતરે પોલીસને લોહીના નિશાન મળી આવ્યા છે. જેથી યુવતીને માથાના ભાગે બોથડ પદાર્થ મારી તેની હત્યા કરીને કેનાલની પાસે લાવી તેમાં ફેંકી દેવાઈ હોવાનું અનુમાન પોલીસ લગાવી રહી છે. તે સ્થળે મહિલાને ઢસડી હોવાના નિશાન પણ જોવા મળ્યા હતા.