Gandhinagar News: રાજ્યમાં 4 આઈએએસ અધિકારીઓની બદલી થઈ છે. ધનજંય દ્રિવેદીની આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ તરીકે બદલી કરવામાં આવી છે. શાહમીના હુસૈનની નર્મદા પાણી પુરવઠા અને કલ્પસર વિભાગના અગ્ર સચિવ તરીકે, હર્ષદ કુમાર પટેલની આરોગ્ય તબિબિ સેવા અને તબિબિ શિક્ષણ વિભાગની કમિશનર તરીકે  તથા આલોક કુમાર પાંડેને યુવકસેવા અને સાંસકૃતિક પ્રવૃતિના કમિશનર તરીકેનો વધારા તરીકેનો હવાલો સોંપાયો  છે.




ધનંજય દ્વિવેદી (આઇ.એ.એસ.1998)નો જન્મ તા. 1 જુલાઇ 1973નારોજ થયો છે. તેઓ મુળ રાજસ્થાનના વતની છે. ભૂતકાળમાં સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા કલેકટર, સામાન્ય વહીવટ વિભાગ અને સાયન્સ ટેક્નોલોજી વિભાગમાં સચિવ સહિત અનેક મહત્વના હોદ્દા પર રહી ચુક્યા છે.