Gandhinagar news: મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત ગાંધીનગરમાં ભાજપ પ્રમુખ સી.આર પાટીલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો હતો. અમૃત કળશ યાત્રામાં એકત્ર કરેલી માટીના 75 કુંભ દિલ્હી લઈ જવામાં આવશે, જેને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું. કોબા સ્થિત કમલમ ખાતેથી તમામ વાહનોને લીલી ઝંડી આપવામાં આવી હતી.


શું કહ્યું સી.આર.પાટીલે


સી.આર.પાટીલે કહ્યું, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમૃત મહોત્સવ ના સમાપન પ્રસંગે મેરી મિટ્ટી મેરા દેશનો કાર્યક્રમ આપ્યો હતો. દેશભર માંથી ચપટી ચોખા અને માટી ભેગી કરાઇ છે. ગુજરાત ભરમાથી પણ કળશ એકઠા કરાયા છે. વડોદરા ભાજપ પ્રમુખ વિજય શાહના નેતૃત્વમાં 75 વાહનો સાથે દિલ્હી જશે. 75 ઇલેકટ્રીક વાહનો કળશ સાથે દિલ્હી જશે. સૌ પ્રથમ વખત ઇલેકટ્રીક વાહનો 1 હજાર કિમી નો પ્રવાસ કરશે. આ યાત્રા દરમિયાન અનેક રેકોર્ડ સર્જાશે. દેશભક્તો , વીરાંગનાઓ ને આ પ્રકારે શ્રધ્ધાંજલિ છે.







આ પહેલા અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે શુક્રવારે યોજવામાં આવેલા કાર્યક્રમ માટે શહેરના 48 વોર્ડમાંથી ચૂંટાયેલા ભાજપના તમામ 160 કોર્પોરેટરોને ભીડ ભેગી કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી.શુક્રવારે રિવરફ્રન્ટ ખાતે યોજવામાં આવેલા મેરી મિટ્ટી મેરા દેશ કાર્યક્રમ માટે ભાજપના કોર્પોરેટરોને લોકોની ભીડ ભેગી કરવાની કામગીરીની સાથે કાર્યક્રમ માટે આવનારા મહાનુભવો,અતિથી વિશેષ વગેરેના વાહન કયાં અને કયાં સ્થળે પાર્ક કરાવવા એ કામગીરી પણ સોંપવામાં આવતા સત્તાધારી પક્ષના કોર્પોરેટરોમાં ભારે કચવાટ સાંભળવા મળી રહયો હતો.એક તરફથી વોર્ડમાંથી લોકોને મોટી સંખ્યામાં એકઠા કરીને સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચાડવાના ઉપરથી કાર્યક્રમમાં જે મહાનુભવો આવે તેમના વાહન કયાં પાર્ક કરાવવા એ જવાબદારી પણ નિભાવવાની.સાંજના સમયે યોજવામાં આવેલા કાર્યક્રમ માટે ભાજપના મોટાભાગના કોર્પોરેટરોને સવારથી કામે લગાડી દેવામાં આવ્યા હતા. કુલ 311 બસ ફાળવવામાં આવતા કામકાજનો દિવસ હોવાથી એ.એમ.ટી.એસ.બસના નિયમિત મુસાફરો બસ નહી મળતા શટલ રીક્ષા અને અન્ય વાહનોની મદદથી ગંતવ્ય સ્થળે જવા મજબુર બન્યા હતા.