Gandhinagar News: ગુજરાતમાં અનેક શહેરોમાં રોગચાળાએ (epedicmic) માઝા મુકી  છે. ટાઇફૉઇડ, વાયરલ ફિવર (viral fever), ઝાડા ઉલ્ટી અને કૉલેરા (cholera) જેવા રોગાનો દર્દીઓમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે.  ગાંધીનગરના કલોલમાં કોલેરા વધુ ચાર કેસ મળી આવતાં કલેકટર દોડી આવ્યા હતા. ગાંધીનગર કલેકટર મેહુલ દવેએ અધિકારીઓ સાથે બેઠક કરી હતી. કલોલમાં દૂષિત અને ગટર મિશ્રિત પાણીના કારણે કોલેરાના કેસ નોંધાયા હતા. કલોલના 2 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. કલોલની મહેન્દ્રમિલ ચાલી અને તેની આસપાસનો 2 કી.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો હતો. આ ઉપરાંત ગાયનો ટેકરો અને તેની આસપાસનો 2 કી.મી.નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા હતા. કલેકટરની મુલાકાત બાદ કલોલના 2 વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયા હતા.


કોલેરાના લક્ષણો



  • વારંવાર ઉલ્ટીના ઉબકા આવવા

  • પાણી જેવી ઉલ્ટી થવી

  • ખોરાક પેટમાં ન ટકવો

  •  જમ્યા બાદ ઉલ્ટી થવી

  •  ઉલ્ટી સાથે ઝાડા પણ થવા.

  •  દર્દીની આંખો ઊંડી જતી રહે છે તેમજ દર્દીમાં નબળાઈ આવી જાય છે




કોલેરાથી બચવાના ઘરેલું ઉપાય



  • નેશનલ હેલ્થ પોર્ટલના એક રિપોર્ટ અનુસાર અમુક ઘરેલું ઉપાયો કોલેરામાં કારગર સાબિત થઇ શકે છે. જેમાં ખૂબ પાણી પીવાથી કોલેરાથી છૂટકારો મેળવી શકાય છે. તો કોલેરાના દર્દીઓ સહિત બધા માટે પોતાના શરીરને હાઇડ્રેટેડ રાખવું ખૂબ જરૂરી છે. આ સૌથી સારા ઘરેલૂં ઉપાયોમાંથી એક છે, જે કોલેરાથી બચાવી શકે છે.

  • આ સિવાય લગભગ 3 લીટર પાણીમાં લવિંગ નાખીને ઉકાળી લો. આ મિશ્રણને દર થોડા કલાકોમાં પીવો. આ કોલેરા માટે સૌથી શ્રેષ્ઠ ઉપાયોમાંથી એક છે.

  • પાણી અને તુલસીના પાનનું મિશ્રણ પીવાથી પણ કોલેરાથી સાજા થઇ શકાય છે. આ સિવાય છાશ પીવો. તેમાં થોડું સિંધવ મીઠું અને જીરૂ નાખો. તે પણ કોલેરામાં ફાયદાકારક સાબિત થશે.

  • નારીયેલ પાણી, તાજા લીંબુનો રસની સાથે તેમાં કાકડીના અમુક પાન ઉમેરો અને તેને પીવો. તેને રોજ ઓછામાં ઓછું એક ગ્લાસ જરૂર પીવો. તેનાથી પણ ફાયદો થાય છે.

  • ડુંગળીને પીસીને તેમાં થોડો મરી પાઉડર નાખો અને તેનો અર્ક નિયમિત પીવો. આ પણ કોલેરાના શ્રેષ્ઠ ઘરેલું ઉપાયોમાંથી એક છે.


આ પણ વાંચોઃ


હીરા ઉદ્યોગ પર ઘેરાયા મંદીના વાદળ, આ જાણીતા શહેરમાં ઉનાળુ વેકેશન બાદ નથી ખુલ્યા 70 ટકા કારખાના