ગાંધીનગર:  સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરેન્દ્રનગર જિલ્લામાં ધ્રાંગધ્રા,મુળી અને વઢવાણ તાલુકાના 45 ગામોને સિંચાઈ માટે નર્મદાજળ પૂરું પાડવા રૂપિયા 417 કરોડની યોજનાની વહીવટી મંજૂરી આપી છે. આ ત્રણ તાલુકાના 45 ગામોને સરદાર સરોવર નર્મદા નિગમ હસ્તકની કોઈ પણ બ્રાન્ચ કેનાલ મારફતે આયોજનમાં આવરી લેવાયેલ જળસ્રોતોને સિંચાઈના પાણીનો લાભ મળતો ન હતો.


45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે


મુખ્યમંત્રી સમક્ષ આ સંદર્ભમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાંસદ તથા વિધાનસભ્યો અને જનપ્રતિનિધિઓ તથા સ્થાનિક અગ્રણીઓએ કરેલી રજૂઆતનો મુખ્યમંત્રીએ ત્વરિત સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ નર્મદાના પૂરના વધારાના 1 મિલિયન એકર ફિટ પાણી સૌરાષ્ટ્રને ફાળવવાના થયેલા આયોજનમાં સુરેન્દ્રનગર જિલ્લાના આ 45 ગામોને પાઈપલાઈનથી પાણી આપવાની યોજના માટે રૂપિયા 417 કરોડને વહીવટી મંજૂરી આપી છે. આ યોજના દ્વારા ધ્રાંગધ્રા, વઢવાણ અને મુળી ત્રણેય તાલુકાના 45 ગામોના તળાવ, સીમતળાવ, ચેકડેમ નર્મદાના પાણીથી ભરવામાં આવશે. આના પરિણામ સ્વરૂપે અંદાજે 3055 હેક્ટર વિસ્તારમાં સિંચાઈ સુવિધા સુદ્રઢ બનશે.


રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. ગુજરાતમાંથી જાણે શિયાળો ધીરે ધીરે વિદાય લઇ રહ્યો તેમ ગરમી અનુભવાઇ રહી છે. હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે, આગામી 5 દિવસ રાજ્યનું હવામાન સૂકું રહેશે. આગામી 48 કલાક તાપમાન યથાવત રહેશે અને તે બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે.


હવા પૂર્વ દિશામાંથી ફૂંકાવવાની શરૂ થશે ત્યારે તાપમાનમાં ફરીથી વધારો નોંધાશે


હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણના જણાવ્યા મુજબ, ગુજરાતનું હવામાન 5 દિવસ મુખયત્વે ડ્રાય રહેશે. આવનારા 48 કલાકમાં લઘુત્તમ તાપમાનમાં મોટો કોઇ ફેરફાર નહીં થાય પરંતુ આગામી બે દિવસ બાદ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો જોવા મળશે. જે બાદ તાપમાનમાં ધીરે ધીરે વધારો જોવા મળશે.  પવન અંગેની આગાહી કરતા તેમણે જણાવ્યુ કે, આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 25થી 35 પ્રતિ કલાકની સ્પીડ રહેવાની આગાહી કરવામાં આવી છે. તો જમીનના વિસ્તારની વાત કરીએ તો હવા ઉત્તર પશ્ચિમ દિશા ફૂંકાવવાની શક્યતા છે. આ સાથે અહીં 8થી 15 કિમી પ્રતિ કલાકની સ્પીડે હવા ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે. ઉત્તર દિશામાંથી પવન ફૂંકાવવાને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાશે જ્યારે હવા પૂર્વ દિશામાંથી ફૂંકાવવાની શરૂ થશે ત્યારે તાપમાનમાં ફરીથી વધારો નોંધાશે.