ગાંધીનગર: બોગસ સહકારી મંડળીઓ અને સભાસદો પર મંત્રી જગદીશ વિશ્વકર્માએ તવાઈ બોલાવી છે. રાજ્યની 510 બોગસ સહકારી મંડળીઓ રદ્દ કરવામાં આવી છે. આ ઉપરાંત 2,99,213 બોગસ સભાસદોના નામ રદ્દ કરવામાં આવ્યા છે. રાજ્યભરની 6116 મંડળીઓ સ્થગિત હોવાનું ધ્યાને આવ્યું હતું. જે બાદ તમામ 6116 સ્થગિત મંડળીઓની મંત્રી જગદીશ વિશ્વકર્માએ તપાસ કરવી હતી. 6116 સ્થગિત મંડળીઓ પૈકી 526 મંડળીઓને ફડચામાં લઈ જવાઈ છે. સ્થગિત પૈકી 454 મંડળીઓ પુનઃ કાર્યરત કરવામાં આવી.
ક્યાં જિલ્લાની કેટલી મંડળી ફડચામાં ગઈ અને કેટલી રદ્દ કરાઇ ?
- અમદાવાદ શહેરની 47 મંડળીઓ ફડચામાં ગઈ
- અમદાવાદ ગ્રામ્યની 193 મંડળીઓ ફડચામાં ગઈ
- મહેસાણાની 47 મંડળીઓ ફડચામાં ગઈ અને 8 મંડળીઓ રદ્દ થઈ
- પાટણની 29 મંડળીઓ ફડચામાં ગઈ અને 26 મંડળીઓ રદ્દ થઈ
- સાબરકાંઠાની 38 મંડળીઓ ફડચામાં ગઈ
- ખેડાની 2 મંડળીઓ ફડચામાં ગઈ
- ભરૂચની 12 મંડળીઓ ફડચામાં ગઈ
- સુરતની 64 મંડળીઓ ફડચામાં ગઈ અને 9 મંડળીઓ રદ્દ થઈ
- વલસાડની 9 મંડળીઓ ફડચામાં ગઈ અને 3 મંડળીઓ રદ્દ થઈ
- પંચમહાલની 76 મંડળીઓ ફડચામાં ગઈ અને 81 મંડળીઓ રદ્દ થઈ
- ડાંગ - આહવાની 5 મંડળીઓ ફડચામાં ગઈ
- નર્મદાની 1 મંડળી ફડચામાં ગઈ
- દાહોદની 11 મંડળીઓ ફડચામાં ગઈ અને 178 મંડળીઓ રદ્દ થઈ
- આણંદની 67 મંડળીઓ રદ્દ થઈ
- ભાવનગરની 30 મંડળીઓ ફડચામાં ગઈ અને 4 મંડળીઓ રદ્દ થઈ
- જામનગરની 3 મંડળી ફડચામાં ગઈ
- કચ્છની 6 મંડળી ફડચામાં ગઈ
- ગીર સોમનાથની 105 મંડળી ફડચામાં ગઈ
- મહીસાગરની 4 મંડળીઓ ફડચામાં ગઈ અને 129 મંડળીઓ રદ્દ થઈ
- અરવલ્લીની 22 મંડળી ફડચામાં ગઈ
- બોટાદની 1 મંડળી રદ્દ થઈ
ક્યાં જિલ્લામાંથી કેટલા બોગસ સભાસદ રદ્દ કરાયા?
- અમદાવાદ શહેર - 2417
- અમદાવાદ ગ્રામ્ય - 1838
- ગાંધીનગર - 9993
- મહેસાણા - 55973
- પાટણ - 28232
- બનાસકાંઠા - 22232
- સાબરકાંઠા - 2746
- વડોદરા - 5358
- ખેડા - 11292ભરૂચ - 6049
- સુરત - 6341
- વલસાડ - 3391
- પંચમહાલ - 450
- ડાંગ - આહવા - 1558
- નર્મદા - 654
- દાહોદ - 421
- આણંદ - 27241
- નવસારી - 10184
- તાપી - 4156
- રાજકોટ - 8430
- સુરેન્દ્રનગર - 13857
- ભાવનગર - 10351
- જામનગર - 3194
- જૂનાગઢ - 7467
- પોરબંદર - 374
- અમરેલી - 8408
- કચ્છ - 2296
- ગીર સોમનાથ - 3514
- દેવભૂમિ દ્વારકા - 891
- મહીસાગર - 25134
- અરવલ્લી - 2402
- બોટાદ - 937
- છોટા ઉદેપુર - 6477
- મોરબી - 4955
- કુલ - 299213
સહકારી મંડળીના પ્રકાર
1 ક્રેડિટ સોસાયટી
2 દૂધ મંડળી
3 સેવા મંડળી
4 પિયત મંડળી
5 મજૂર મંડળી
ગુજરાતમાં પોલીસ ખાતાને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. હાલમાં જ જાહેરાત થઇ છે કે, રાજ્યમાં 538 એએસઆઇને હંગામી પ્રમૉશન આપવામાં આવ્યુ છે, બઢતી પામેલા તમામ એએસઆઇને ગૃહ વિભાગે પીએસઆઇ તરીકે પ્રમૉટ કર્યા છે. રાજ્યના ગૃહ વિભાગે આજે દિવાળી ટાણે પોલીસ ખાતા માટે શુભ સમાચાર આપ્યા છે જે અંતર્ગત આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેકટરની દિવાળી સુધારી છે, આ પછી રાજ્યમાં પોલીસ તંત્રમાં પીએસઆઇની ઘટ્ટ ઓછી થઇ શકે છે. ગૃહ વિભાગે આજે જાહેરાત કરતા કહ્યું કે, 538 જેટલા જુનિયર કક્ષાના ASIને PSI તરીકે હંગામી બઢતી આપવામાં આવી છે. આ તમામ 538 એએસઆઇ લાંબા સમયથી પ્રમૉશનની રાહ જોઈ રહ્યાં હતા, હવે તેમને હંગામી બઢતી મળી છે.