ગાંધીનગર: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે. કોરોના સ્થિતિને ધ્યાનમાં રાખી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કામાં મહાનગરપાલિકા અને બીજા તબક્કામાં નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 31 જિલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો તથા 81 નગરપાલિકાઓ માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. જેની મતગણતરી 2 માર્ચના રોજ કરવામાં આવશે.
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે. 15 ફેબ્રુઆરીએ ઉમેદવારીપત્રોની ચકાસણી કરાશે..16 ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારી પત્રો પરત ખેંચી શકાશે. 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. મતદાનનો સમય સવારે સાત વાગ્યાથી સાંજે 6 વાગ્યાનો રહેશે. પુનઃ મતદાનની જરુર પડે તો 1 માર્ચના દિવસે યોજાશે. 2 માર્ચના દિવસે મતગણતરી હાથ ધરાશે.
નગરપાલિકાનું લિસ્ટ
ગુજરાતની કઈ કઈ 81 નગરપાલિકા માટે 28મી ફેબ્રુઆરીએ યોજાશે ચૂંટણી? જાણો તમામ પાલિકાના નામ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jan 2021 11:28 AM (IST)
નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ચૂંટણી માટે 8 ફેબ્રુઆરીએ જાહેરનામુ પ્રસિદ્ધ કરાશે. 13 ફેબ્રુઆરી ઉમેદવારી પત્રો ભરવાની અંતિમ તારીખ રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -