ગાંધીનગર: રાજ્યમાં વરસાદની સ્થિતિની સમીક્ષા માટે આજે વેધર વોચ કમિટીની બેઠક મળી હતી. જેમાં જણાવાયું કે રાજ્યના 84 રોડ રસ્તા વરસાદમાં ધોવાઈ ગયા છે જેના કારણે બંધ છે. જ્યારે 5 સ્ટેટ હાઈવે પણ બંધ છે. આ પૈકી જામનગર જીલ્લાના બે અને પોરબંદર જીલ્લાના 3 સ્ટેટ હાઈવે બંધ છે.

પંચાયત હસ્તકના 69 રોડ બંધ છે. જેમાં પંચાયત હસ્તકના અરવલ્લી જિલ્લામાં સૌથી વધુ 18 રસ્તા બંધ છે. સાબરકાંઠા જીલ્લાના- 10, કચ્છ- 3, રાજકોટ- 2, મોરબી- 11, જામનગર- 1, જુનાગઢ- 11, ખેડા - 1 રસ્તાઓ બંધ છે.



વધુ વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં ખેતીને પણ વ્યાપક નુકશાન થયું છે. નુકશાનીના સર્વે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. અગાઉ જુલાઈ ઓગસ્ટ માં 13 જિલ્લામાં કૃષિ પાકોની નુકસાની અંગે સર્વે હતો તે પૂર્ણ થયો છે.