ગાંધીનગરના સલકી ગામમાં કપિરાજના હુમલામાં એક બાળકનું મોત થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, ગાંધીનગરના દહેગામ તાલુકાના સલકી ગામમાં કપિરાજના હુમલામાં 10 વર્ષના બાળકનું મોત થયાની ઘટના બની હતી.         


ગામના  મંદિર પાસે બાળકો રમી રહ્યા હતા ત્યારે કપિરાજે 10 વર્ષના દીપક ઠાકોર પર હુમલો કર્યો હતો. વાનરના હુમલામાં દીપકનું મોત થયું હતું. બાળકના મોતને પગલે પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.         


સિંહ દર્શન દરમિયાન લાયન શૉને અટકાવવા ગુજરાતનું વન વિભાગ એક્શન મૉડમાં 


વન વિભાગે દિવાળીના તહેવારોમાં લાયન શૉની ઘટનાઓને અટકાવવા માટે રેડ એલર્ટ આપ્યુ છે. વન વિભાગે પાલીતાણા શેત્રુંજી ડીવિઝન અંતર્ગત અલગ અલગ 13 ટીમો બનાવીને લાયન શૉ ઉપર બાજ નજર રાખવા ખાસ પેટ્રૉલિંગ શરૂ કરી દીધુ છે.                  


સિંહ દર્શન દરમિયાન લાયન શૉને અટકાવવા ગુજરાતનું વન વિભાગ એક્શન મૉડમાં આવ્યુ છે. વન વિભાગે દિવાળીના તહેવારોમાં લાયન શૉની ઘટનાઓને અટકાવવા માટે રેડ એલર્ટ આપ્યુ છે. વન વિભાગે પાલીતાણા શેત્રુંજી ડીવિઝન અંતર્ગત અલગ અલગ 13 ટીમો બનાવીને લાયન શૉ ઉપર બાજ નજર રાખવા ખાસ પેટ્રૉલિંગ શરૂ કરી દીધુ છે.                                


મળતી માહિતી પ્રમાણે, અમરેલી અને આજુબાજુના વિસ્તારોમાં સિંહ દર્શન દરમિયાન કોઇપણ ટોળકી સિંહોની પજમણી ના કરે તે માટે વન વિભાગ એક્શન મૉડમાં આવ્યુ છે. દિવાળીના તહેવારોમાં વનવિભાગ દ્વારા લાયન શૉની ઘટનાઓ અટકાવવા રેડ એલર્ટ અપાયું છે. પાલીતાણા શેત્રુંજી ડિવિઝન હેઠળ આવતી અલગ-અલગ 13 ટીમો બનાવીને આજથી સ્પેશ્યલ પેટ્રૉલિંગ શરૂ કરવામાં આવ્યુ છે. આગામી 5 દિવસ દરમિયાન કોઇપણ અસમાજિક ટોળકી કે ટીખળ સિંહોને હેરાન પરેશાન ના કરે, તે માટે વન વિભાગ બાજ નજર રાખશે. આમાં રાજુલા જાફરાબાદ લીલીયા સહીતની અલગ-અલગ 7 જેટલી રેન્જનો સમાવેશ થાય છે. દિવાળી વેકેશન સમયમાં સિંહ દર્શનની સૌથી વધુ ઘટનાઓ સામે આવતી હોય છે. આવી પજમણીની ઘટનાઓને રોકવા માટે હવે વન્યકર્મીઓ રાત્રિના સમયે પણ એક્શન મૉડમાં જોવા મળશે.