ગાંધીનગરઃ ગાંધીનગરના ઈન્દ્રોડામાં આમ આદમી પાર્ટીએ સભામાં ભીડ એકઠી કરી નિયમોના ધજાગરા ઉડાવ્યા હતા. આપ પાર્ટીએ ગાંધીનગર મનપાની ચૂંટણી માટે પ્રચાર સભા યોજી હતી. કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરી આપ પાર્ટીએ સભામાં ભીડ એકઠી કરી હતી. દરમિયાન વરસાદ આવતા સભામાં એકઠા થયેલા લોકોએ વરસાદથી બચવા માથા પર ખુરશી રાખી દીધી હતી.


ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીએ તમાશો કર્યો હતો. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી માટે યોજાયેલી સભામાં લોકો કોરોનાના નિયમો ભૂલી ગયા હતા. આમ આદમી પાર્ટીએ મત મેળવવા માટે નિયમો તોડ્યા અને ભીડ એકત્ર કરી હતી. ગાંધીનગર મનપાની ચૂંટણીમાં મત મેળવવા માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર સભા યોજી હતી જેમાં  હજારો લોકોની જનમેદની એકત્ર થઇ હતી. આવા કાર્યક્રમો કોરોનાની ત્રીજી લહેરને આમંત્રણ આપી શકે છે. ભાજપ અને કોંગ્રેસની જેમ હવે આમ આદમી પાર્ટી પણ કોરાનાની ગાઈડલાઈન તોડીને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી રહ્યા છે.  માત્ર મત મેળવવા માટે આપના નેતાઓ કાયદો તોડી રહ્યા છે. મહત્વની વાત એ છે કે ખુદ આપના નેતાઓએ માસ્ક પહેર્યા નહોતા.


 


આવતીકાલે ભારત બંધ


ત્રણ કૃષિ કાયદાઓના વિરોધમાં આવતીકાલે ખેડૂતોએ ભારત બંધની જાહેરાત કરી છે. આ બંધનું નેતૃત્વ સંયુક્ત કિસાન મોરચા કરશે. આવતીકાલે ખેડૂત દ્વારા ભારત બંધ સવારે 6 વાગ્યાથી શરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે. વિપક્ષી પાર્ટીઓ પણ સંયુક્ત કિસાન મોરચા દ્વારા બોલાવાયેલા આ ભારત બંધને ટેકો આપી રહી છે.


PM US VISIT: વડાપ્રધાનનો અમેરિકા પ્રવાસ, જાણો, PM મોદી દેશ માટે શું લાવ્યાં?


India Corona Cases: દેશમાં ફરી વધ્યા એક્ટિવ કેસ, જાણો આજે કેટલા નોંધાયા કેસ અને કેટલા લોકોના થયા મોત