PM US VISIT: વડાપ્રધાનનો અમેરિકા પ્રવાસ, જાણો, PM મોદી દેશ માટે શું લાવ્યાં?
વડાપ્રધાન મોદી આજે અમેરિકાના પ્રવાસથી પરત સ્વદેશ ફર્યો. એરપોર્ટ PM મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. અમેરિકાથી એક હાથ ખાલી તો બીજા હાથ ભરેલો લઇને અમેરિકાથી પરત ફર્યાં છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઅફઘાનિસ્તાનના મુદ્દે હજું અમેરિકા વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છે. તો અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઇડેન અને પીએમ મોદીની દ્વીપક્ષીય વાતચીતમાંથી ભારત માટે કંઇ ખુશ થવા જેવા સમાચાર હાલ નથી સામે આવ્યાં. જો કે અમેરિકી ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસે ચોક્કસ ભારતને ખુશ કરતા કેટલાક નિવેદન કર્યાં છે.
પીએમ મોદીની કંપનીનના સીઇઓ સાથેની બેઠક સકારાત્મક રહી. માનવામાં આવી રહ્યું છે કે, વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલા આ મુદ્દે વિસ્તારથી જાણકારી આપી શકે છે. અમેરિકાએ કોરાબારના ક્ષેત્રે સહયોગનો ભરોસો આપ્યો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુમાન મુજબ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના ફોરમથી લઇને ક્વોડ અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની ચર્ચા દરમિયાન દેશ સંબંધિત ચિંતાઓને મજબૂતીથી શેર કરી હતી. પીએમ મોદીએ આતંકવાદ કટ્ટરવાદને લઇને તેમનો પક્ષ મૂક્યો હતો
પાકિસ્તાનની અફઘાનિસ્તામાં વધી રહેલી દખલના કારણે ભારતની વધતી જતી ચિંતાને પણ પીએમ મોદીએ રજૂ કરવાની સાથે આ આતંકવાદના જોખમથી પણ લોકોને સાવધાન કર્યાં હતા.
દક્ષિણ ચીન સાગરનું નામ લઇને કંઇક ચર્ચા નથી થઇ. અમેરિકા, ઓસ્ટ્રેલિયા,જાપાન, ભારતના ફોરમે એશિયા પ્રશાંત વિસ્તારને લઇને વક્તવ્ય આપ્યું હતું. સુરક્ષા અને સ્વતંત્ર પરિવહન તથા આંતરરાષ્ટ્રી કાયદા પાલન પર પણ ભાર મૂકવામાં આવ્યો.