Gandhinagar : એક તરફ વિવિધ સમુદાય વર્ગ ના લોકો પોતાની જૂની માંગણીઓ ને લઈને સરકાર સામે બાયો ચડાવી ને આંદોલન વિરોધ ના માર્ગે છે તો બીજી તરફ આંદોલન કરી રહેલા લોકો પૈકીનાં અમુક વર્ગ સમુદાય ની ભાજપમાં જોડવાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ દ્વારા ભરતી મેળાનો સીલસીલો યથાવત્ છે.
ભાજપમાં વિવિધ નેતાઓ અન્ય પક્ષમાંથી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. ત્યારે આ વચ્ચે ભાજપનો આજે વધુ એક ભરતી મેળો યોજાયો છે. ચૂંટણી પહેલા ભાજપનો બુદ્ધિજીવી વર્ગને જોડવાનો પ્રયાસ છે. ડૉક્ટર બાદ અધ્યાપકો ભાજપમાં જોડ્યા.પ્રધાનમંત્રીની અપીલ બાદ પ્રદેશ ભાજપે કમરકસી છે. ત્યાર આજે 100થી વધુ અધ્યાપકો પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા...
અગાઉ 200થી વધુ ડોક્ટરો જોડાયા હતા અધ્યાપકો આગાઉ થોડા દિવસ પહેલા 9 મેના રોજ ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં 200થી વધુ નામાંકીત તબીબો ભાજપમાં જોડાયા હતા. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે સિવિલમાંથી રાજીનામું આપનારા તબીબો સહિત અન્ય ડૉક્ટરો ભાજપમાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે તમામ તબીબોને ખેસ પહેરાવી પક્ષમાં સ્વાગત કર્યું હતું. સિવિલમાંથી રાજીનામું આપનારા પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો. વી.જે. મોદી, પૂર્વ સુપ્રિન્ટેન્ડેન્ટ અને ઓએસડી ડો. પ્રભાકર તેમજ બી.જે. મેડિકલ કોલેજના પૂર્વ ડીન ડો. પ્રણય શાહ ભાજપમાં જોડાયા હતા.
વડાપ્રધાન મોદીએ પણ આપી હતી સૂચના 11 માર્ચે પ્રદેશ કાર્યાલય કમલમ પહોંચેલા પીએમ મોદીએ હોદેદારોની અગત્યની બેઠકમાં રાજ્યના તમામ સમુદાય વર્ગ ને ભાજપમાં જોડવા અપીલ કરી હતી.આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ દિલ્હી ખાતે મળેલ ગુજરાતના સાંસદોને પણ ગુજરાતના અલગ અલગ સમુદાય વર્ગને ભાજપના જોડવા માટે અપીલ કરી હતી.જે બાદ ભાજપે આ ખાસ પ્રકારની ભરતી પ્રક્રિયા શરૂ કરી.
ભાજપનું સમુદાય, વર્ગ જોડો અભિયાન 1) 13 મેં ના રોજ યુનિવર્સીટી અધ્યાપકો, પ્રાધ્યાપકો ભાજપમાં જોડાયા હતા.
2) 8 મે ના રોજ 200 કરતા વધુ તબીબોએ કેસરીઓ ખેસ ધારણ કર્યો.
3) 30 માર્ચ ના રોજ બ્રહ્મ સમાજના આગેવાનો ભાજપમાં જોડાયા.
4) 2 ફેબ્રુઆરી એ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનાં ઘણાં કલાકારો ભાજપમાં જોડાયાં છે.જેમાં અભિનેત્રી કામિની પટેલ, અભિનેત્રી જ્યોતિ શર્મા, અભિનેત્રી ફાલ્ગુની રાવલ, અભિનેત્રી મમતા સોની, અભિનેત્રી ભક્તિ કુબાવત, ગુજરાતી ફિલ્મના દિગ્દર્શક સનીકુમાર, ગુજરાતી ફિલ્મનિર્માતા હેતલ ઠક્કર અને નાટ્ય કલાકાર પ્રશાંત બારોટ પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયાં હતાં.
5) 17 જાન્યુઆરીએ આપના નેતા વિજય સુંવાળા સહિત લોક ગાયકો ભાજપમાં જોડાયા.
6) 10 ડિસેમ્બર 2021ના રોજ SC સમાજના આગેવાનો અને ભીમકથાકાર આનંદ કુમાર ભાજપમાં જોડાયા.
વર્ષના અંતમા યોજાનાર ચૂંટણી પહેલા ડિસેમ્બર સુધીમાં ભાજપમાં હજુ પણ અલગ અલગ સમાજના લોકો અને અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા સમુદાય ના લોકોને ભાજપમાં જોડવાનો લક્ષ્યાંક છે.જેના કારણે ભાજપને વધુ મજબૂતી મળશે તેવો અંદાજ છે.