Gandhinagar: અમદાવાદ રિક્ષા એસોસિએશન ભાજપમાં જોડાયું છે. વિધાનસભાની ચૂંટણી સમયે આમ આદમી પાર્ટીના સમર્થનમાં રહેલુ અમદાવાદ રિક્ષા એસોસિએશન ભાજપમાં જોડાયું હતું. આજે તિરંગા યાત્રા દરમિયાન સી.આર પાટીલની અધ્યક્ષતામાં આ એસોસિએશન ભાજપમાં જોડાયુ હતું. સાથે અમદાવાદ રિક્ષા એસોસિયેશને આરોપ લગાવ્યા હતા કે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં અમારો ઉપયોગ કર્યો હતો.
ભાજપમાં જોડાતાની સાથે જ વિશાળ તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. સી આર પાટીલે રિક્ષાઓની તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં રિક્ષા ચાલકો ભાજપ સાથે જોડાયા હતા. રિક્ષા એસોસિયેશનના પ્રમુખે આપ પર અનેક આરોપ લગાવ્યા હતા અને કહ્યું કે આમ આદમી પાર્ટીએ ચૂંટણીમાં અમારો ઉપયોગ કર્યો હતો. આમારી સમસ્યાનું સમાધાન કર્યું ન હતું. હવે અમે ભાજપ સાથે જ રહીશું.
તો અમદાવાદ રિક્ષા એસોસિએશનના આરોપ પર આમ આદમી પાર્ટીના અમદાવાદ શહેર પ્રમુખ બીપીન પટેલે પ્રતિક્રિયા આપી હતી. બીપીનભાઈએ કહ્યુ હતું કે આમ આદમી પાર્ટીએ સન્માન, કોર્પોરેશનની ટિકિટ અને પાર્ટીમાં પદ આપ્યુ હતું. જો કે હવે આશા રાખું કે ભાજપમાં જઈને તેઓ તેમના પ્રશ્નો ઉઠાવી શકશે.
ગઇકાલે સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતુ, આજે સુરતમાં તિરંગા યાત્રામાં ભાજપના નેતાઓ, શાળાના બાળકો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલના હસ્તે શહેરના ઉઘના બસ સ્ટેશન વિસ્તારમાથી તિરંગા યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો, આજની આ તિરંગા યાત્રાનું આયોજન સુરતન મનપા દ્ધારા કરવામાં આવ્યુ હતુ, આમાં ભાજપા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી અને બીજા કેટલાય નેતાઓ જોડાયા હતા. ખાસ વાત છે કે, ઉઘનાથી શરૂ થયેલી આ સુરતની તિરંગા યાત્રામાં શાળાના બાળકો અને કાર્યકર્તાઓ જોડાયા હતા અને નેતાઓની સાથે તેમની પણ તિરંગા શપથ લીધા હતા.