વિજય રૂપાણીનો સપાટોઃ 20 IASની બદલી, અજય ભાદુને CMOમાંથી દૂર કરાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 21 Sep 2016 09:29 AM (IST)
ગાંધીનગરઃ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક આશ્ચર્યજનક પગલું ભરીને રાજ્યના 20 આઈએએસ અધિકારીઓની બદલી કરી નાંખી છે. આ બદલીઓમાં સૌથી મહત્વની બદલી ચીફ મિનિસ્ટર્સ ઓફિસ (સીએમઓ)માંથી અજય ભાદુની બદલી છે. અજય ભાદુની જગાએ અશ્વિની કુમારને મુખ્યમંત્રીના સેક્રેટરી તરીકે મૂકવામાં આવ્યા છે. અજય ભાદુને પોર્ટ અને ટ્રાન્સપોર્ટ વિભાગના વાઈસ ચેરમેન અને સીઈઓ બનાવવામાં આવ્યા છે.