નોંધનીય છે કે વર્ષ 2002માં ગાંધીનગરના અક્ષરધાન મંદિરમાં આતંકવાદી હુમલો થયો હતો. આ હુમલાના સંદર્ભમાં તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ મુખ્ય કાવતરાખોર પોલીસના હાથમાં આવ્યો નહોતો. અક્ષરધામના તમામ આરોપીઓને ફાંસી અને આજીવન કેદની સજા કોર્ટ દ્ધારા ફટકારવામાં આવી હતી.
આ અંગે ગુજરાતના ગૃહરાજ્ય મંત્રી પ્રદીપ સિંહ જાડેજાએ કહ્યું કે, અક્ષરધામ હુમલાના મુખ્ય આરોપી યાસીન ગુલામ બટ્ટની અનંતનાગ ખાતેથી ધરપકડ કરવામાં આવી છે. તેને દિલ્હીથી હવાઈ માર્ગે અમદાવાદ લાવવામાં આવ્યો છે. ગુજરાત પોલીસ આતંકવાદીઓને પકડી લેવામાં સક્ષમ છે તેનો આ પુરાવો છે.