રિપોર્ટમાં કચ્છ જિલ્લાની યુવતી ઉપર થયેલ બળાત્કારની ઘટના બન્યા અંગેનું કોઈ સાહિત્ય વિગતો ઉપલબ્ધ થઇ નથી. આ બનાવ અંગેની વિગતો ઉપલબ્ધ ન હોય પોલીસ અથવા અન્ય સત્તાવાળા કે અન્ય કોઈ વ્યક્તિઓની ક્ષતિ જણાય તો ફલિત થતું નથી. તે સિવાય ભવિષ્યમાં આ અંગેની કોઇ ઘટના રાજ્યના ના બને તો એ માટે શું કરવું જોઇએ તેની ભલામણો કરી હતી.
રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી છે કે તમામ જિલ્લામાં બળાત્કારના કેસના તપાસ કરવા માટે અલગ પોલીસ હોવી જોઈએ. પીડિતાની મેડિકલ તપાસ દરમિયાન મહિલા પોલીસ અધિકારી અને મહિલા હેલ્થ વર્કર ફરજિયાત પણે હાજર રહેવા જોઇએ. આરોગ્ય વિભાગે પણ હોસ્પિટલમાં મહિલા ડોક્ટરની હાજરી આપવી જોઈએ. રાજ્ય સરકારે વર્મા કમિટીના અહેવાલની ભલામણોને ગંભીરતાપૂર્વક ધ્યાને લઇને ફોજદારી ધારામાં સુધારો કર્યો તેનું અમલીકરણ કરવું જોઈએ