ભાજપના નવા ચૂંટાયેલા આ ધારાસભ્યે સમારોહમાં નહીં, પરંતુ સ્પીકરની ચેમ્બરમાં કેમ લીધા શપથ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Nov 2020 02:03 PM (IST)
અક્ષય પટેલ શપથવિધીમાં હાજર ના રહેતાં જાત જાતની અટકળો તેડ બની હતી પણ તેમની તબિયત સારી ન હોવાથી તે શપથગ્રહણ કાર્યક્રમમાં પહોચ્યા નહોતા. શપથવિધિ સમારોહ પછી તેમણે અધ્યક્ષની ચેમ્બરમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા.
ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં વિજેતા બનેલા ભાજપના આઠ ધારાસભ્યોએ આજે ગાંધીનગરમાં ધારાસભ્યપદના શપથ લીધા હતા. જેમાંથી સાત ધારાસભ્યોએ સમારોહમાં શપથ લીધા હતા. એક માત્ર કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે સમારોહમાં શપથ નહોતા લીધા. અક્ષય પટેલ શપથવિધીમાં હાજર ના રહેતાં જાત જાતની અટકળો તેડ બની હતી પણ તેમની તબિયત સારી ન હોવાથી તે શપથગ્રહણ કાર્યક્રમમાં પહોચ્યા નહોતા. શપથવિધિ સમારોહ પછી તેમણે અધ્યક્ષની ચેમ્બરમાં ધારાસભ્ય તરીકેના શપથ લીધા હતા. આજે સવારે સાત ધારાસભ્યો શપથગ્રહણ માટે પહોંચ્યા હતા પણ અક્ષય પટેલ હાજર નહોતા રહ્યા. પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), કિરીટસિંહ રાણા (લીંબડી), બ્રિજેશ મેરજા (મોરબી), જે વી કાકડિયા (ધારી), આત્મારામ પરમાર (ગઢડા), વિજય પટેલ (ડાંગ) , જીતુ ચૌધરી (કપડાસા) અને અક્ષય પટેલ(કરજણ)એ ધારાસભ્યોએ શપથ લીધા હતા.