બોલો, ગુજરાતમાં ભાજપના આ ધારાસભ્યે માતૃભાષામાં નહીં પણ અંગ્રેજીમાં લીધા શપથ, કોણ છે આ ધારાસભ્ય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 19 Nov 2020 12:49 PM (IST)
આજે ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં વિજેતા ઉમેદવારો ધારાસભ્ય તરીકેના શપથ લઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેવડાવી હ્યા છે. બ્રિજેશ મેરજા પછી ડાંગના ધારાસભ્ય તરીકે વિજય પટેલે શપથ લીધા હતા.
ગાંધીનગરઃ મોરબી બેઠક પર ચૂંટાયેલા ભાજપના નેતા બ્રિજેશ મેરજાએ આજે ગાંધીનગર ખાતે ધારાસભ્ય તરીકાના શપથ લીધા હતા. તેમણે માતૃભાષા નહીં, પરંતુ અંગ્રેજીમાં શપથ લઈ આશ્ચર્ય સર્જ્યું હતું. નોંધનીય છે કે, ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલી આઠ વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીમાં ભાજપના તમામ ઉમેદવારો વિજેતા બન્યા હતા. આજે ગાંધીનગર ખાતે વિજય મુહૂર્તમાં વિજેતા ઉમેદવારો ધારાસભ્ય તરીકેના શપથ લઈ રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી શપથ લેવડાવી હ્યા છે. બ્રિજેશ મેરજા પછી ડાંગના ધારાસભ્ય તરીકે વિજય પટેલે શપથ લીધા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમજ મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.