Gandhinagar News: આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. આગામી 7મી તારીખે અરવિંદ કેજરીવાલ ગુજરાત આવશે. અમદાવાદમાં અરવિંદ કેજરીવાલના કાર્યક્રમનું આયોજન ચાલી રહ્યું છે. 7મીએ કેજરીવાલ અમદાવાદમાં રોડ શો કરી શકે છે. ઉપરાંત અરવિંદ કેજરીવાલની જાહેરસભાનું પણ આયોજન થઈ રહ્યું છે.


ગઈકાલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને EDએ પૂછપરછ માટે સમન્સ મોકલ્યું હતું. EDએ દિલ્હી લિકર પોલિસીથી જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસમાં તેમને 21 ડિસેમ્બરે હાજર થવા માટે કહ્યું છે. આ મામલે કેજરીવાલને EDનું આ બીજું સમન્સ છે. આ પહેલા 2 નવેમ્બરે અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે EDએ નોટિસ મોકલી હતી, પરંતુ તેમણે નોટિસને ગેરકાયદે ગણાવીને પરત લેવાની માંગ કરી હતી. કેજરીવાલ આ દિવસોમાં મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણીને લઈને રોડ શોમાં સામેલ થયા હતા.


અરવિંદ કેજરીવાલને સમન્સ એવા સમયે મોકલાવ્યું છે, જ્યારે તેઓ વિપશ્યના કેન્દ્ર જવાના છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈના અનુસાર, શનિવારે અધિકારીઓએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ 10 દિવસ વિપશ્યના ધ્યાન કાર્યક્રમમાં સામેલ થશે. અધિકારીઓએ કહ્યું કે, કેજરીવાલ દિલ્હી વિધાનસભાના શિયાળુ સત્ર સમાપ્ત થયાના એક દિવસ બાદ 19 ડિસેમ્બરે રાષ્ટ્રીય રાજધાનીથી રવાના થશે. મુખ્યમંત્રી લાંબા સમયથી વિપશ્યનાનો અભ્યાસ કરી રહ્યા છે અને છેલ્લા કેટલાક વર્ષોમાં બેંગલુરુ અને જયપુર સહિત કેટલાક સ્થળો પર જઈ ચૂક્યા છે.


આપના રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે કહ્યું કે, આ કેસ સમગ્ર રીતે નકલી કેસ છે. આ કેસમાં કંઈ પણ નથી. વડાપ્રધાન મોદીને કોઈ પણ સવાલ કરે છે તો તેની ધરપકડ કરાવે છે. વડાપ્રધાન મોદી અરવિંદ કેજરીવાલથી નફરત કરે છે અને સૌથી વધુ ડરે છે. તેમની સામે કોઈ સરેન્ડર કરે છે તો તેને ક્લીન ચિટ આપી દે છે. લિકર પોલિસીથી જેડાયેલ મની લોન્ડ્રિંગ કેસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને આપના રાજ્યસભા સાંસદ સંજય સિંહ કસ્ટડીમાં છે. અન્ય આરોપીઓની પૂછપરછના આધારે ED કેજરીવાલને સવાલ-જવાબ કરવા માંગે છે.