Gujarat Home Minister: ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રીની આજની અચાનકની ઓફિસ મુલાકાતથી કર્મચારીઓ ચોંકી ઉઠ્યા હતા, ખરેખરમાં, આજે સવારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર ખાતે અચાનક ગૃહમંત્રાલયની ઓફિસે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ અનેક વાતોને ધ્યાનમાં લીધી હતી. હર્ષ સંઘવીએ પોતાની આ ઓચિંતી મુલાકાતમાં નોંધ્યુ કે, કેટલાક કર્મચારીઓ ઓફિસમાં મોડા આવી રહ્યાં છે, તો વળી કેટલાક કર્મચારીઓને સૂચનો પણ કર્યા હતા. આ દરમિયાન હર્ષ સંઘવીએ મોડા આવેલા કર્મચારીઓ સાથે વાતચીત કરી અને સૂચનો કર્યો હતા, એટલુ જ નહીં જ્યાં વધુ સંખ્યામાં આવતા લોકો હતા તે જગ્યાએ વધુ સમય વિતાવ્યો હતો. લોકોની ફરિયાદોને તાત્કાલિક ધોરણે ઉકેલ લાવવા પણ સૂચન કર્યુ હતુ. ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આ દરમિયાન ગૃહ મંત્રાલયની ઓફિસમાં સ્વચ્છતા જાળવવા પણ સૂચના આપી હતી.




આજે અચાનક ગૃહ મંત્રી હર્ષ સંઘવી સચિવાલયમાં પહોંચ્યા હતા, સચિવાલય એટલે ગુજરાત સરકારની સૌથી મહત્ત્વની સરકારી કચેરી છે, આજે હર્ષ સંઘવીની ઓચિંતી મુલાકાતે બધાને ચોંકાવ્યા હતા.




આજે ઓફિસમાં લેટ લતીફ થઈને આવવું આ અધિકારીઓ અને સરકારી બાબુઓને મોંઘુ પડ્યું હતુ. કારણકે, તેમના પહેલાં ઓફિસમાં તેમની રાહ જોઇને હર્ષ સંઘવી બેસ્યા હતા. આજે ઓફિસમાં લેટ લતીફ થઈને આવવું આ અધિકારીઓ અને સરકારી બાબુઓને મોંઘુ પડ્યું. કારણકે, તેમના પહેલાં તેમની ઓફિસમાં તેમની રાહ જોઈ રહ્યાં હતા. હર્ષ સંઘવી અચાનક જ પોતાના વિભાગમાં પહોંચ્યા તો સામે આવ્યું ચોંકાવનારું દ્રશ્ય સામે આવ્યુ હતુ, તેમને સૌથી પહેલા ઓફિસ બોય સાથે મુલાકાત કરી. અધિકારીની ચેમ્બરમાં બેસવાના બદલે લોબીમાં જ ખુરશી નાંખીને બેસી ગયા હતા. મંત્રીએ કોઈપણ જાતની ટકોર કરાવાના બદલે સમય પાલન અને સ્વચ્છતા કરવા સૂચનો કર્યા હતા.