ગાંધીનગરઃ રાજ્યમાં કોરોનાના કેસમા સતત વધારો થતા ગુજરાત સરકાર સફાળી જાગી છે. ગુજરાતમાં કોરોના સંક્રમણના કેસ વધતા ફરી એક વખત ગાંધીનગરમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરાશે. ગાંધીનગરમાં જૂના સચિવાલય ખાતે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે. મુખ્ય સચિવ પંકજ કુમારના અધ્યક્ષ સ્થાને આયોજિત બેઠકમાં આ નિર્ણય કરાયો છે. કોરોના સંક્રમણની સ્થિતિની સમિક્ષા માટે આયોજિત આ બેઠકમાં 10 જેટલા નોડલ ઓફિસર અને તમામ આરોગ્ય અધિકારી હાજર રહ્યાં હતા. આ બેઠકમાં આરોગ્ય સુવિધાઓ સહિત અન્ય વિષય પણ ચર્ચા કરાઈ હતી. તમામ અધિકારીઓને ડીજીટલી એક્સિવ રહેવા પર ભાર મૂકાયો હતો. આ સાથે થર્ડ વેવની આગાહી વચ્ચે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે. હોસ્પિટલમાં બેડની સ્થિતિ ,ઓક્સિજનના સ્ટોકની સ્થિતિ, ૧૦૮ની ઉપલબ્ધતાની સ્થિતિ એટ એ ટાઇમ અપડેટ કરવાની રહેશે.
તે સિવાય રાજ્યમાં વધતા કોરોનાના સંક્રમણને લઇને ગુજરાત કોગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે કોરોનાની અગાઉની બે લહેરોને જોતા અને આ વખતે પણ અમે ગંભીર છીએ. કોર્ટની ફટકાર બાદ રાજ્ય સરકાર જાગી હતી. અમે તમામ લોકોને અમદાવાદ કે ગાંધીનગર બોલાવવામાં બદલે અમે જિલ્લાઓમાં ગયા છીએ. એરપોર્ટના દરવાજા બંધ કર્યા હોત તો હોસ્પિટલના દરવાજા ખોલવા ન પડ્યા હોત. વિશ્વના કોરોનાના આંકડા કેન્દ્ર સરકારને શું મળતા નથી તેવો તેમણે સવાલ કર્યો હતો.
વાયબ્રન્ટ સમિટ મોકૂફ રાખવા મુદ્દે કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે હવે તમે કાર્યક્રમો બંધ કરવાની વાત કરો છો તો અગાઉ ખબર નહોતી.અધિકારીઓ સંક્રમિત થયા, કેટલા મજૂરો સંક્રમિત થયા તેના આંકડા જાહેર કરવાની પણ તેમણે માંગ કરી હતી.બીજી લહેર અને આજ સુધી સરકારે શું તૈયારી કરી તે પણ સરકાર જાહેર કરે. 28 ડિસેમ્બરે 225 કેસ હતા અને આજે 3300 જેટલા છે.WHO વારંવાર સૂચના આપતું રહ્યું છતાં તમે વાયબ્રન્ટની તૈયારી કરી.નમસ્તે ટ્રમ્પ કરીને ગુજરાતના લોકોની હત્યા કરી છે. ક્યા વિભાગે વાયબ્રન્ટ માટે કેટલો ખર્ચ કર્યો તે સરકાર જાહેર કરે તેવી પણ માંગણી તેઓએ કરી હતી.
જગદીશ ઠાકોરે કહ્યું કે બે દિવસમાં કોંગ્રેસ કોરોના માટે કન્ટ્રોલરૂમ શરૂ કરશે. ઑક્સિજન પ્લાન્ટ શરૂ થયા કે નથી તે કોંગ્રેસના આગેવાનો ચેક કરશે. હોસ્પિટલની મુલાકાત પણ કોંગ્રેસના આગેવાનો લેશે. વેક્સિન ફ્રી આપો છો તો ટેસ્ટ પણ ફ્રી કરી આપો.
આ પણ વાંચો.....
તમારા બાળકની રસી માટે રજિસ્ટ્રેશન કેવી રીતે કરાવશો અને તેમને કેવી રીતે રસી અપાશે જુઓ
IPL 2022 Mega Auction: આ પાંચ વિદેશી ખેલાડીઓ જેને ખરીદવા માટે ટીમો વચ્ચે જામશે હરિફાઇ
Omicron Symptoms: બાળકોમાં ઓમિક્રોનના આ છે લક્ષણો, જો દેખાય તો તરત જ થઇ જાવ સાવધાન