નવી દિલ્હીઃ કોરોનાના ડેલ્ટા વેરિઅન્ટ બાદ હવે ઓમિક્રોન વેરિઅન્ટનો ખતરો દેશભરમાં ફેલાયો છે. ભારતમા ઓમિક્રોનના દર્દીઓની સખ્યા 2135ને પાર પહોંચી ચૂકી છે. કોરોનાના અલગ અલગ વેરિઅન્ટ બાદ ઓમિક્રોને માતાપિતાની ચિંતા વધારી છે. કારણ કે ઓમિક્રોન બાળકોને ઝપેટમાં લઇ રહ્યો છે. આ કારણે અનેક દેશોએ બાળકોને પણ વેક્સિન આપવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં 15 થી 18 વર્ષના બાળકોને વેક્સિન આપવાની શરૂઆત થઇ ચૂકી છે.
નિષ્ણાંતોના મતે અત્યાર સુધીમાં ઓમિક્રોનના હળવા લક્ષણો જોવા મળે છે પરંતુ તમામે સાવચેતી રાખવાની જરૂર છે. ડોક્ટર્સના મતે કોરોનાના પોઝિટીવ લોકોમાં તાવ, ગળામાં ખારાશ, ઉધરસ જેવા લક્ષણો જોવા મળી રહ્યા છે. અને બાળકોમાં તાવ, ઉધરસ, ગળામાં ખારાશ અને ગળામા દુખાવો જેવા લક્ષણો સૌથી વધુ જોવા મળી રહ્યા છે.
નિષ્ણાંતોના મતે બાળકોમાં કોરોના ફેલાવવો ખતરો યથાવત છે. બાળકોમાં ઓમિક્રોનના જે લક્ષણો જોવા મળી રહ્યા છે જેમાં શરીરમાં શ્વાસ લેવાના માર્ગમાં સંક્રમણ સાથે જોડાયેલા છે. નાકમાંથી પાણી આવવું, ગળામાં દુખાવો, શરીરમાં દુખાવો, સૂકી ખાંસી અને તાવ જેવા લક્ષણો જોવા મળ્યા છે.
પંચમહાલમાં કોરોના વિસ્ફોટ
પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોમાં વિસ્ફોટ થયો છે. આજે જિલ્લામાં 26 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેરમાં જ 21 કેસ નોંધાયા, જ્યારે ગોધરા તાલુકામાં 1 અને હાલોલ તાલુકામાં 4 કેસ નોંધાયા છે. ગોધરા ખાતે આવેલ સરકારી નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા 10 ઉપરાંત વિદ્યાર્થીઓ પણ આવ્યા કોરોનાની ઝપેટમાં આવ્યા છે. હાલ તમામ પોઝિટિવ દર્દીઓને હોમ આઈસોલેટ કરાયા છે. ગઈ કાલે પણ જિલ્લામાં 14 પોઝેટીવ કેસ પૈકી ગોધરાના 12 પોઝેટીવ કેસ નોંધાયા હતા.
PM Modi Punjab Rally: PM મોદીની ફિરોઝપુર રેલી રદ, ગૃહ મંત્રાલયે પંજાબ સરકાર પાસેથી રિપોર્ટ માંગ્યો
દેશમાં તરુણોની વેક્સિનને લઈને મોટા સમાચારઃ ત્રણ જ દિવસમાં એક કરોડથી વધુ તરુણોએ લીધો રસીનો પહેલો ડોઝ
Surat corona high alert : કોરોના કેસો વધતાં સુરત હાઈ એલર્ટ પર, જાણો મ્યુનિ. કમિશનરે શું આપ્યો આદેશ?