Gujarat Politics:  ગુજરાત કોંગ્રેસમાં આગામી સમયમાં નવા જુનીનાં એંધાણ છે. વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ બેઠક બોલાવી છે. અમિત ચાવડાની આગેવાનીમાં મળેલ બેઠકમાં પ્રદેશના આગેવાનો હાજર છે. સમગ્ર ગુજરાતમાંથી અમુક લોકોને જ બેઠક માટે આમંત્રણ અપાયું હતું.  ધારાસભ્યો અને હોદ્દેદારો સહિત 50 જેટલા લોકોને મિટિંગમાં બોલાવ્યા છે. ગાંધીનગરની એક હોટલમાં મિટિંગ યોજવામાં આવી હતી. જેમાં ધારાસભ્ય ગેનિબેન ઠાકોર, કિરીટ પટેલ,પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા હાજર છે. પ્રદેશ મહિલા મોરચાના પ્રમુખ જેનિબેન ઠુમ્મર, પ્રદેશના મહામંત્રીઓ સહિતના ગુજરાતના આગેવાનો હાજર છે. 


સુરતના ભટારમાં સગીરે કરી આત્મહત્યા


સુરતના ભટારમાં સગીરે ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના ભટારમાં એક સગીરે આત્મહત્યા કરી હતી. સગીરે પ્રેમ પ્રકરણમાં આત્મહત્યા કરી હોવાની આશંકા છે. સગીરે આત્મહત્યા કરતા પરિવારમાં શોકનો માહોલ છે. મૃતકના પિતાનું 15 વર્ષ પહેલા કુદરતી અવસાન થયું હતું. હાલ તો આ મામલે ખટોદરા પોલીસે આત્મહત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મૃતક સગીરનું નામ મોહિતભાઈ દિનેશભાઇ પટેલ છે. મૃતક સગીર સ્લાઈસના શો રૂમમાં કામ કરતો હતો. માતા અને પુત્ર બંને એક જગ્યા ઉપર કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હતા.


સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીની આત્મહત્યા, પોલીસે શરૂ કરી તપાસ


સુરતના પાંડેસરામાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના પાંડેસરા વિસ્તારમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ધામીની મહાજન નામની યુવતીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થીની B.COMના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી. જો કે આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે. વિદ્યાર્થીના માતા-પિતા વતન ગયા હતા. ત્યારે એકલતાનો લાભ લઈ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.હાલ તો પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.


Surat: કેબલ બ્રિજ પરથી યુવકે લગાવી મોતની છલાંગ


સુરત:  સુરતના કેબિલ બ્રિજ પરથી એક યુવકે મોતની છલાંગ લગાવી છે.  યુવકે છલાંગ લાગવતા લોકો એકત્ર થયા હતા. આ સાથે જ ફાયર વિભાગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી અને સમગ્ર મામલે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આપઘાત કરનાર વિદ્યાર્થી હોવાની ચર્ચા છે. કેબલ બ્રિજ પર રહેલા વૉચમેન સામે એક વિદ્યાર્થી અચાનક આવી પહોંચ્યો  પછી બેગ અને મોબાઈલ આપી દોડવા લાગ્યો.  વૉચમેનને શંકા જતા તેણે પણ વિદ્યાર્થીને પકડવા માટે પાછળ દોટ મુકી હતી.  પણ તે કઈ કરે એ પહેલા જ વિદ્યાર્થીએ બ્રિજ પરથી છલાંગ લગાવી હતી.  ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચી ગયું...ફાયરના જવાનોએ તાપી નદીમાં શોધખોળ શરૂ કરી. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરના જવાનોએ તાપી નદીમાં યુવકની શોધખોળ શરૂ કરી છે. યુવકની આત્મહત્યાનું કારણ સામે આવ્યું નથી. ઘટના અંગે પોલીસ અને ફાયર દ્ગારા તપાસ હાથ ધરવામાં આવી છે.