ગાંધીનગરઃ રાજ્યના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. ધોરણ 9થી 12ની પરીક્ષાની પ્રવર્તમાન પદ્ધતિમાં ફેરફાર કરાયો છે. હવે ધોરણ 9 અને ધોરણ 10ની પરીક્ષામાં ગુજરાતી, ગણિત, વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપર હવે માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢશે તો ધોરણ 11 અને 12માં ગણિત, ભૌતિક વિજ્ઞાન, રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન, અંગ્રેજી, નામાના મૂળ તત્વો , વાણિજ્ય વ્યવસ્થા, મનોવિજ્ઞાન, અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના પેપર માધ્યમિક શિક્ષણ બોર્ડ કાઢશે.
શૈક્ષણિક વર્ષ 2021-22માં પદ્ધતિ બદલવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. અન્ય વિષયના પેપર શાળા કક્ષાએથી અથવા શાળા વિકાસ સંકુલ કક્ષાએથી તૈયાર કરાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિપત્ર જાહેર કરાયો છે.
નવસારીમાં બે વિદ્યાર્થીઓને થયો કોરોના
નવસારી જિલ્લામાં વધુ બે વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા આરોગ્ય વિભાગમાં હડકંપ મચી ગયો છે. નવસારી જિલ્લાની ચીખલી તાલુકાના મલિયાધાર અને વંકાલ પ્રાથમિક શાળાના વિદ્યાર્થિનીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. હાલમાં આરોગ્ય વિભાગે વિદ્યાર્થીઓના સંપર્કમાં આવેલા તમામ લોકોના કોરોના રિપોર્ટ કરાવ્યા છે. તો છેલ્લા એક અઠવાડિયામાં પાંચ વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત થતા વાલીઓ અને આરોગ્ય વિભાગમાં ચિંતા ફેલાઈ છે.
RBI News: ફીચર ફોન રાખતાં 55 કરોડ ગ્રાહકો માટે સારા સમાચાર, હવે કરી શકાશે UPI પેમેંટ
NPCIL Recruitment 2021: ન્યૂક્લિયર પાવર કોર્પોરેશનમાં નીકળી ભરતી, 10 અને 12 પાસ કરી શકે છે અરજી
ઓમિક્રોનના ખતરા વચ્ચે ભાજપ શાસિત આ રાજ્ય જાહેર કરશે કોરોનાની નવી ગાઈડલાઈન, જાણો વિગત
Skin care:સ્કિનને હેલ્થી અને ગ્લોઇંગ બનાવવા માટે વિટામિન A છે જરૂરી, આ રીતે કરો પૂર્તિ