ગાંધીનગર: ગુજરાત સ્થાનિક સત્તામંડળ સુધારા વિધેયક 2023 વિધાનસભા ગૃહમાં રજૂ કરાયું છે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં 27 ટકા OBC સમુદાયને અનામત આપતું વિધેયક રજૂ  કરવામા આવ્યું છે. મહાપાલિકા, પાલિકા અધિનિયમ અને ગુજરાત પંચાયત અધિનિયમમાં સુધારા કરતું વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવ્યું છે.  ગુજરાત પ્રોવિંશિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન અધિનિયમ 1949માં કલમ 5ની પેટા કલમ 6માં સુધારો કરતું વિધેયક રજૂ કરવામાં આવ્યું. કોર્પોરેશનમાં 10 ટકાના બદલે 27 ટકા OBC અનામત રાખવાનો સુધારો કરતી કલમ સુધારવા વિધેયકમાં જોગવાઈ કરાઈ.


ઋષિકેશ પટેલે સુધારા વિધેયક ગૃહમાં રજૂ કર્યું


તમામ અનામત 50 ટકાથી વધારે ન થાય તે અંગેની જોગવાઈ પણ સુધારા વિધેયકમાં રાખવામાં આવી છે. સૌથી વધુ સુધારા ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમોમાં કરવામાં આવ્યા છે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં 27 ટકા OBC અનામત માટે પંચાયત અધિનિયમ 1993માં કરતું વિધેયક રજૂ થશે. સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે સુધારા વિધેયક ગૃહમાં રજૂ કર્યું છે.


1972માં બક્ષીપંચના અનામત આપવા બક્ષી કમિશનની રચાના થઈ હતી


OBC સમાજને 27 ટકા અનામત આપતું બિલ રજૂ કરતાં સંસદિયમાંત્રી ઋષિકેશ પટેલના કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા. બાબા સાહેબ આંબેડકરે ઓબીસી અનામતના મુદ્દે નહેરુની કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું. જવાહરલાલ નેહરુએ ઓબીસી અનામત ના આપતા રાજીનામું આપ્યું હતું. વી પી સિંહની સરકારે ઓબીસી અનામત આપતા વિપક્ષ કોંગ્રેસે વિરોધ કર્યો હતો. NSUIએ દેશ ભરમાં OBC અનામતના વિરોધમાં આંદોલન કર્યું હતું.  1972માં બક્ષીપંચના અનામત આપવા બક્ષી કમિશનની રચાના થઈ હતી. બક્ષી કમિશને ઓબીસી સમુદાયને અનામત આપવા કરેલી ભલામણ માધવસિંહ સોલંકીની સરકારે સ્વીકારી ન હતી.


કેન્દ્રની કોંગ્રેસ સરકારે માધવસિંહ સોલંકીનું રાજીનામું લઈ લીધું હતું


બાદમાં ભાજપની સરકાર આવતા બક્ષી કમિશનની ભલામણ ના આધારે અનામત આપી હતી. ગુજરાતમાં સૌ પ્રથમ obc સમાજને અનામત આપવાનું કામ ભાજપની સરકારે કર્યું. માધવસિંહ સોલંકીએ 10 ટકામાંથી 18 ટકા આપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રની કોંગ્રેસ સરકારે માધવસિંહ સોલંકીનું રાજીનામું લઈ લીધું હતું. ઓબીસી સમુદાયના હક માટે ભાજપે હીરોની ભૂમિકા ભજવી છે, કોંગ્રેસ હંમેશાથી નકારાત્મક રહી છે.


સ્થાનિક સત્તામંડળમાં 27 ટકા OBC અનામતથી શું ફરક પડશે


રાજ્યની 8 મહાનગર પાલિકામાં 10 ટકા મુજબ 67 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 183 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 


રાજ્યની 157 નગરપાલિકામાં 10 ટકા મુજબ 481 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 1282 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 


રાજ્યની 33 જિલ્લા પંચાયતમાં 10 ટકા મુજબ 105 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 205 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 


રાજ્યની 256 પંચાયતમાં 10 ટકા મુજબ 506 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 994 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે 


રાજ્યની 14565 ગ્રામ પંચાયતમાં 10 ટકા મુજબ 12750 બેઠક હતી જે 27 ટકાના હિસાબે હવે 23363 બેઠકો ઓબીસી સમુદાય માટે અનામત રહેશે


Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial