હાર્દિક પટેલે કહ્યું, કદાચ એ લોકોને પસંદ નહીં હોય કે હું તેમના માટે લડું. એ લોકો જાતે જ લડાઈ લડવા માંગે છે. આનો મતલબ એવો પણ થયો કે ગુજરાતનો યુવા વર્ગ જાગૃત થયો છે. જાહેર જીવનમાં કોઈ સ્વાગત પણ કરે અને કોઈ વિરોધ પણ કરે. મારા વિરુદ્ધ નારા લાગ્યા તેનો મને કોઈ અફસોસ નથી.
છેલ્લા બે દિવસનથી આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓના આંદોલને આજે રાજકીય સ્વરૂપ પકડ્યું હતું. જેમાં શરૂઆતમાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ એનસીપીના નેતા એવા શંકર સિંહ વાઘેલા આવી પહોંચ્યા હતા. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા પણ વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા. બાદમાં હાર્દિક પટેલ પહોંચતા વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી હતી. વિદ્યાર્થીઓએ હાર્દિક પટેલની વિરૂદ્ધમાં નારા લગાવ્યા હતા.