BJP Kamlam Office Bharti Melo 2024: આજે ફરી એકવાર ભાજપમાં ભરતી મેળો યોજાયો હતો, આ ભરતી મેળામાં કોંગ્રેસના એક બે નહીં પરંતુ ત્રણ દિગ્ગજોએ કેસરિયા કર્યા છે. આજે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલની હાજરીમાં કમલમ ઓફિસમાં મેગા ભરતી મેળો યોજાયો હતો, જેમાં સીઆર પાટીલે કોંગ્રેસના દિગ્ગજ દિગ્ગજો અંબરીશ ડેર, અર્જૂન મોઢવાડિયા અને મુળુભાઇ કંડોરિયાને ભાજપનો ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. 


આજે ગાંધીનગર કમલમ ખાતે ભરતી મેળો યોજાયો હતો, જેમાં કોંગ્રેસના ત્રણ દિગ્ગજ નેતા અર્જૂન મોઢવાડિયા, અંબરીશ ડેર અને મુળુભાઇ કંડરિયાએ કેસરિયા ધારણ કર્યો હતો. આ ત્રણેયને સીઆર પાટીલે ખેસ પહેરાવીને પાર્ટીમાં સામેલ કર્યા હતા. ખાસ વાત છે કે, હાલમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા ગુજરાતમાં આવે તે પહેલા પ્રદેશ કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે. આજે કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલના હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મુળુ કંડોરીયાએ પણ ભાજપમાં જોડાયા છે.


કમલમ ખાતે કાર્યકર્તાઓને સંબોધન કરતાં સી. આર પાટીલે જણાવ્યુ કે, ‘લોકોને મદદ કરવાની ભાવના માટેનુ પ્લેટફોર્મ મળે તે માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઇ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.’ 


અર્જૂન મોઢવાડિયાએ કહ્યું સામાજિક બદલાવ માટે આવ્યો છું.......
ભાજપમાં જોડાયા બાદ અર્જૂન મોઢવાડિયાએ જણાવ્યુ હતુ કે,  ‘હું કોંગ્રેસ સાથે 40 વર્ષથી જોડાયેલો હતો અન કપરા સમયમાં પણ તેમનો સાથ આપ્યો. ભાજપને મારા જેવા નેતાની કોઇ જરૂર નથી. કાંઇ ખૂટતું હતુ અને ઉમેરવા આવ્યો છો એવું નથી. પરંતુ સામાજીક બદલાવ માટે કામ કરીશું. કોંગ્રેસમાં બદલાવ હવે શક્ય નથી. પોરબંદર માટે મારે સારું કામ કરવું છે તેથી હું ભાજપમાં જોડાયો છુ. કોઇ લાલચ માટે નહીં પરંતુ બદલાવ નજર સામે આવે છે. ભગવાન રામ જ્યારે રામ સેતું બાંધતા હતા ત્યારે જે રીતે ખિસકોલી આવીને મદદ કરી હતી. તેવી જ રીતે હું પણ જોડાયો છુ.’


લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ તૂટી  
લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. OBC સમાજના બે નેતા, આહિર અને મેર સમાજના આ આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપની સીધો ફાયદો થઈ શકે છે. કોંગ્રેસ પ્રદેશ પૂર્વ પ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLA પદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે જ રાજીનામું આપ્યુ હતુ. તો રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ ગઈકાલે રાજીનામું આપ્યુ હતુ.