ગાંધીનગરઃ આગામી 10મી નવેમ્બરે ગુજરાતમાં આઠ વિધાનસભાની પેટાચૂંટણીની મતગણતરી થવાની છે. આ પહેલા ઠાકોર સેનાના અધ્યક્ષ અને ભાજપ નેતા અલ્પેશ ઠાકોરે પેટાચૂંટણીનાં પરિણામોને લઇને ભવિષ્યવાણી કરી છે. તેમણે દાવો કર્યો છે કે, વિધાનસભાની 8 બેઠકોમાંથી 6થી વધુ બેઠકોની સ્થિતિ સ્પષ્ટ લાગી રહી છે.


છતાંય 100 ટકા બેઠકો જીતિશુ એવું મારુ અનુમાન છે. આગળ કોંગ્રેસનાં સ્ટિંગ અને સોમા પટેલનાં વીડિયો મુદે કહ્યું હતું કે, તેમાં સત્યતા હોય તેવું લાગતું નથી. મારી મહત્વકાંક્ષા હતી કે હું સરકારમાં રહીને મારા લોકો માટે કામ કરુ. સંગઠનમાં સ્થાન આપવા મુદે કહ્યું, પાર્ટી જે જવાબદારી આપે તે જવાબદારી લેવા માટે તૈયાર છું. હું એવી અપેક્ષા રાખું કે હુ જે વર્ગમાંથી આવું છું તે વર્ગને ભાજપ પાર્ટી સંગઠનમાં કે બોર્ડ નિગમમાં સ્થાન મળે. મારો અવાજ કોઈ દબાવી નહીં શકે અને ધીમો પણ પડ્યો નથી. રાહ જોવો કોરોનાં જેવો કાળ ચાલે છે, જેથી માત્ર અવાજ શાંત પડ્યો છે.