ગાંધીનગરઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત મંગળવારે ભારતીય ચલણની રૂપિયા 500 અને 1000ની નોટ રદ કરવા અંગે નિર્ણયની જાહેરાત કરી હતી. ત્યારબાદ ગુજરાત સરકારના મંત્રી મંડળની પ્રથમ બેઠક આજે યોજાશે. બેઠકમાં વડાપ્રધાનના નિર્ણયને આવકાર આપતો પ્રસ્તાવ પસાર થવાની સંભાવના છે. તો બીજીબાજુ આ નિર્ણયના પગલે સામાન્ય નાગરિકો અને ખેડૂતો સહિત આમ આદમીને પડી રહેલી મુશ્કેલી નિવારવા સંદર્ભે સમીક્ષા કરવામાં આવશે. સહકારી બેંકો, એપીએમસી અને ખેડુતોને પડી રહેલી મુશ્કેલીઓનાં નિરાકરણ અંગે કોઈ મહત્વની જાહેરાત કેબિનેટ બેઠક બાદ થાય તેવી પણ શક્યતા છે. ઉપરાંત વિજય રૂપાણી સરકારને પણ 100 દિવસ પુર્ણ થયાં છે ત્યારે રૂપાણી સરકારની સિદ્ધિઓ અંગે બેઠકમાં નોંધ લેવાશે. જ્યારે 2017ના અંદાજપત્ર સહિતનાં અન્ય નીતિવિષયક અને વહીવટી મુદ્દાઓની છણાવટ થશે