ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા બજેટનો આજે અંતિમ દિવસ છે. રાજ્યની 17 જેલમાં પોલીસે કરેલી રેડનો મુદ્દો વિધાનસભા ગૃહમાં ઉઠ્યો હતો. જાહેર તાકીદની અગત્યની બાબત અંગે ઉદય કાનગડે મુદ્દો ઉઠાવ્યો હતો. રેડ દરમિયાન કેટલી પ્રતિબંધિત વસ્તુઓ મળી, ગેરપ્રવૃતિઓમાં સંડોવાયેલા લોકો સામે શું પગલાં લીધા તેવો સવાલ કરવામાં આવ્યો હતો. રાજ્યની 17 જેલની અંદર થયેલી પોલીસ રેડ અંગે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા જરૂરી છે. સિસ્ટમમાં રહેલા લીકેજ દૂર કરવા માટેનું આ ચેકિંગનું ઓપરેશન હતું. ગુજરાતની તમામ જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાયું હતું. કોઇને ખ્યાલ ન આવે તે રીતે દરોડા પાડવાનો મુખ્યમંત્રીનો આદેશ હતો.

Continues below advertisement

હર્ષ સંઘવીએ કહ્યું હતું કે રાજ્યની જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશે. એસપી અને રેન્જ આઇજી જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરાશે. જેલમાં ઝામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે. જેલની આસપાસ રહેણાંક વિસ્તાર હોવાથી ફોન કનેક્ટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી ખામી દૂર કરાશે.

નોંધનીય છે કે રાજ્યની ૧૭ જેલો પૈકી ૦૩ જેલોમાં મોબાઇલ ફોન સાથે અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવેલ જેમાં જવાબદાર અધિકારી/કર્મચારીઓ સામે પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવેલ છે. પ્રાથમિક તપાસના અંતે જવાબદાર અધિકારી કર્મચારી સામે ખાતાકિય તપાસ હાથ ધરી શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે. ૧૭ જેલો પૈકી ૦૫ જેલોમાં કોઇ પ્રતિબંધિત વસ્તુ મળેલ નથી.

Continues below advertisement

Gujarat Assembly: ગુજરાત વિધાનસભા ગૃહમાં ઉઠ્યો કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો

Unseasonal Rain: રાજ્યમાં કમોસમી વરસાદથી ખેડૂતોને મોટું નુકસાન થયું છે. તાજેતરમાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોને થયેલા નુકસાનનો મુદ્દો વિધાનસભામાં ઉઠ્યો હતો. ધારાસભ્ય જીતુ વાઘાણીએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. રાજ્યના અનેક જિલ્લામાં કમોસમી વરસાદથી ઉભા પાકને નુકસાન થયું છે. કમોસમી વરસાદના કારણે કેરીના પાકને મોટાપાયે વધુ નુકશાન થયાનું વાઘાણીએ કહી માવઠાના કારણે ખેડૂતોને થયેલા નુકશાનમાં સરકાર ખેડૂતોને સહાય કરવા માંગે છે તે અંગે કૃષિમંત્રીને પ્રશ્ન પૂછ્યો હતો.

જેલમાં સતત ચેકિંગ ચાલુ રહેશેઃ હર્ષ સંઘવી

હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્યની જેલોમાં સતત ચેકીંગ શરૂ રહેશે. એસપી અને રેન્જ આઇજી દ્વારા સરપ્રાઇઝ ચેકીંગ શરૂ જ રહેશે. જેલમાં જામર હોવા છતાં ફોન કાર્યરત રહે છે, જેલની આસપાસ રહેણાક વિસ્તાર હોવાથી ફોન કનેટકટ થાય છે. આગામી દિવસોમાં ટેકનોલોજીના વધુ ઉપયોગથી આ ખામી દૂર કરાશે.

વિધાનસભાની યુટ્યુબ ચેનલ લોન્ચ