ગાંધીનગર :  ભારતીય વાયુદળના દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડ SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ એર માર્શલ નર્મદેશ્વર તિવારીએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલ સાથે મુલાકાત કરી હતી.  એર માર્શલ નર્મદેશ્વર  તિવારીએ 1 લી મે-2023 થી SWAC ના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફનો પદભાર સંભાળ્યો છે. 


SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા મુલાકાત માટે મળ્યા હતા. મુખ્યમંત્રીએ તાજેતરમાં બિપોરજોય વાવાઝોડાની આપત્તિમાં વાયુસેનાએ ગુજરાતને મદદ માટે દાખવેલી તત્પરતા અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી.


SWAC અંતર્ગત ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવા રાજ્યોનો સમાવેશ થયેલો છે.  આ દક્ષિણ-પશ્ચિમ વાયુ કમાન્ડના વડાનો પદભાર સંભાળતા પૂર્વે એર માર્શલ તિવારી ભારતીય વાયુ દળના મુખ્યમથક ખાતે ડેપ્યુટી ચીફ ઓફ એર સ્ટાફ તરીકે કાર્યરત હતા.






ભારતીય વાયુદળમાં ફાયટર પાયલટ તરીકે 1986 માં જોડાયેલા  નર્મદેશ્વર  તિવારી વાયુદળના વિવિધ પ્રકારના એરક્રાફ્ટની કુલ 3600 કલાકની ઊડાનનો અનુભવ ધરાવે છે. તેમની ઉત્કૃષ્ટ સેવાઓની કદર રૂપે તેમને 2008માં રાષ્ટ્રપતિનો વાયુ સેના મેડલ અને ર૦રર માં અતિ વિશિષ્ટ સેવા મેડલના સન્માન પ્રાપ્ત થયેલા છે.


SWACના એર ઓફિસર કમાન્ડીંગ ઇન ચીફ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ પ્રથમવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શુભેચ્છા મુલાકાત માટે મળ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલે તાજેતરમાં બિપરજોય વાવાઝોડાની આપત્તિમાં વાયુસેનાએ ગુજરાતને મદદ માટે દાખવેલી તત્પરતા અંગે આભારની લાગણી વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેંદ્ર પટેલના  મુખ્ય અગ્ર સચિવ  કૈલાસનાથન પણ આ મુલાકાત દરમિયાન  તેમની સાથે રહ્યા હતા.   


તેમણે એરફોર્સની પ્રીમિયર ફ્લાઇટ ટેસ્ટિંગ સંસ્થા ASTE ના મુખ્ય ટેસ્ટ પાઇલટ તરીકે સેવા આપી. તેઓ 2013-16 સુધી પેરિસ ખાતે એર એટેચ હતા. ફ્રાન્સથી પાછા ફર્યા પછી, તેમણે એરફોર્સ સ્ટેશન જોધપુર કમાન્ડ કર્યું. તેમણે ઓક્ટોબર 2018માં નેશનલ ફ્લાઇટ ટેસ્ટ સેન્ટર ખાતે પ્રોજેક્ટ ડાયરેક્ટર (ફ્લાઇટ ટેસ્ટ) તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.