ગાંધીનગરમં હૃદયના તાર ઝંઝોળી દેતી ઘટના બની હતી. માસૂમ બાળકને પેથાપુરની  ગૌશાળા નજીક સીસીટીવી સામે કોઇ ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ છોડી ગયું હતું. આ ઘટનાને લઈ ગાંધીનગર પોલીસ અને અમદાવાદ પોલીસ બાળકના પરિવારને શોધવા લાગી ગઈ હતી. હવે આ સમગ્ર ઘટના અંગે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી. 


ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, આ બાળકના માતા-પિતાને શોધવા માટે જિલ્લાની વિવિધ 14 ટીમોએ કામગીરી હાથ ધરી હતી. CCTV થી મોનીટરીંગ કરવામાં આવ્યું હતું. વાહન રજિસ્ટ્રેશન નંબરથી માલિકના ઘર સુધી પહોંચવામાં પોલીસને મદદ મળી. 


રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે,  બાળકનું નામ શિવાંશ છે તેની ઉંમર 8થી 10 માસ હોય શકે છે. પ્રાથમિક દ્રષ્ટીએ તપાસ કરતા આ બાળક સચિનના પત્નિનું બાળક નથી.  સચિન દીક્ષિત વડોદરાની એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. મુળ ઉત્તરપ્રદેશનો છે અને તે પોતાના બાળકને મુકીને કોટા જતો રહ્યો હતો. જો કે પોલીસે તેની કોટાથી ધરપકડ કરી છે. હાલ કોટાથી લઇને આવી રહી છે.   સચિન દિક્ષીતને લઈ કોટાથી ગાંધીનગર લાવવામાં આવી રહ્યો છે. તપાસ પૂર્ણ થશે પછી તમામ માહિતી સામે આવશે. 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ભાજપના કાઉન્સિલર દિપ્તીબેનની પ્રશંસા કરી હતી.  દિપ્તીબેને  " યશોદા" ની જેમ ગત રાતથી બાળક (જે ખુલ્લામાં મળી આવ્યું હતું) તેની સંભાળ લીધી હતી. હર્ષ સંઘવીએ પોલીસ ટીમની પણ પ્રશંસા કરી હતી. 


ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું પોલીસ-મીડિયાએ મહેનત કરી હતી. પેથાપુરના નાગરિક તપાસમાં જોડાયા હતા. કોર્પોરેટર દીપ્તિબેને યશોદા બની બાળકને પ્રેમ આપ્યો.બાળકને હોસ્પિટલ લાવવામાં આવ્યો ત્યાં સુધી બાળકને માતાની જેમ પ્રેમ આપ્યો. અલગ અલગ કુલ 14થી વધુ ટીમ બનાવવામાં આવી હતી. માતા પિતાને શોધવાનું કામ કર્યું. પોલીસની ટીમને અભિનંદન પાઠવું છું.