ગાંધીનગર:  ગાંધીનગરમાં તરછોડાયેલા બાળકના પરિવારની  ઓળખ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર માસૂમના પિતાનું નામ સચિન દિક્ષિત છે. ગાંધીનગર  સેક્ટર 26માં રહે છે. પતિ-પત્ની વચ્ચેના ઝઘડાના કારણે પિતા બાળકને ગૌશાળા આગળ મૂકી ગયા હતા.  સચિન દિક્ષીત હાલ પત્નીની અલગ પોતાના પિતા સાતે ગાંધીનગરમાં  રહેતા હતા. 


સચિન દિક્ષીત નામનો વ્યક્તિ વડોદરાની ખાનગી કંપનીમાં નોકરી કરે છે. સેંટ્રો કારમાં બાળકને તરછોડાયું હતું. પોલીસે ગઈકાલ રાતથી હાલ સુધી 500 સીસીટીવી તપાસ્યા હતા.  જે ગાડી GJ01KL7363 માં એક જ વ્યક્તિ હાજર હતા. જેમના નામે ગાડી છે સચિન દીક્ષિત છે. પોલીસએ આધારે ઘરના સરનામે પહોંચી છે.  ગાડીમાં બેસેલ વ્યક્તિ કોણ છે તે અંધારાના કારણે પોલીસ ઓળખી શકી નથી.  જેમનું નામ આવે છે સચિન દીક્ષિત તે બરોડાની ખાનગી કંપનીના જનરલ મેનેજર છે.


ગાંધીનગરમાં હૃદયના તાર ઝંઝોળી દેતી ઘટના બની હતી. માસૂમ બાળકને પેથાપુરની  ગૌશાળા નજીક સીસીટીવી સામે કોઇ ગત રાત્રે 9 વાગ્યાની આસપાસ છોડી ગયું હતું. બાળક 9 મહિનાનું હોય તેવો અનુમાન  લગાવવામાં આવ્યું હતું. ગણતરીના જ સમયમાં ગૌશાલાના કર્મચારીને ઘટનાની જાણ થઇ અને તેમને સ્વામીનારાયણના મંદિરના સ્વામીને જાણ કરી. ત્યારબાદ તરત 100 નંબર પર પોલીસને જાણ કરાઇ હતી. હાલ ગાંધીનગર વોર્ડ નંબર -2ના કોર્પોરેટર દિપ્તી બેન યશોદા બનીને બાળકને સારસંભાળ લઇ રહ્યાં છે.



ઘટનાની જાણ થતાં ગૃહરાજયમંત્રીએ તપાસના આદેશ આપ્યાં હતા.  સીસીટીવીના આધારે બાળકને તરછોડીને જનાર બાળકનો સ્કેચ પણ તૈયાર કરવામા આવી રહ્યો છે. ગત રાત્રિથી ગાંધીનગર પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાંચ બાળકના પરિવારની ભાળ મેળવવા માટે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા. અંતે બાળકના પરિવારની ઓળખ થઈ ગઈ છે. 


પડોશીનો દાવો ટીવીમાં જે બાળક જોયું અને દીક્ષિત સચિનનું બાળક અલગ છે.  સચિન દીક્ષિતનું બાળક 4 વર્ષનું છે.  પરિવાર ઉત્તરપ્રદેશ તરફનો રહેવાસી છે.  પરિવારમાં ચાર સભ્યો છે. 



Abp અસ્મિતાનું માસૂમના માવતર કોણ અભિયાન



ગાંધીનગરમાં મળી આવેલ માસૂમ બાળકને લઇને એબીપી અસ્મિતાએ માસૂમના માવતર કોણ અભિયાન ચલાવ્યું હતું.  માસૂમ બાળકને માવતર સુધી પહોંચાડવાનું અભિયાન શરૂ કર્યું  હતું.