Gujarat Congress: તાલુકા પંચાયતના નવા હોદ્દેદારોની નિમણૂક માટે કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં લખપત , અબડાસા તાલુકાના પંચાયત માટે ઇમરાન ખેડવાળા અને ગ્યાસુદ્દીન શેખ, જસદણ , વીંછિયા માટે પૂંજા ભાઈ વંશ અને લલિત વસોયાની નિમણૂક કરવામાં આવી છે.
આ ઉપરાંત ગારિયાધાર માટે પ્રતાપ દુધાત અને લલિત કગથરા, બગસરા માટે પરેશ ધાનાણી અને વીરજી ઠુમ્મર, સતલાસણા માટે સી જે ચાવડા, આંકલાવ માટે અમિત ચાવડા, માળિયા માટે જાવેદ પીરજાદા, કંજરી માટે બિમલ શાહ, સોનગઢ માટે કિશન પટેલ તેમજ ધર્મેશ પટેલની નિમણૂક કરવામાં આવી છે. આ સિવાય સિદ્ધપુર, સરસ્વતી માટે અલકા ક્ષત્રિય અને મુકેશ ચૌધરી, ભાણવડ માટે હીરાભાઈ જોટવા અને રામદેવ મોઢવાડિયા, ધંધુકા માટે હિમંત કટારીયા અને બળદેવ લૂણી, કલોલ માટે બળદેવ ઠાકોર અને ડો.જીતુભાઈ પટેલની નિમણૂક કરવામાં આવી છે.
મંગળવારે ગુજરાતમાં ભાજપે નો રિપીટ થિયરી અપનાવવાની જાહેરાત કરતાં જ કાર્યકરોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભાજપના પ્રદેશ પ્રમુખે પત્રકાર પરિષદ કરીને જણાવ્યું હતું કે, હવેથી પાલિકા-પંચાયતોમાં હોદ્દો ભોગવ્યો હોય તેમને ફરીથી તક નહીં મળે.તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાના મેયર, ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, પ્રમુખ-ઉપ પ્રમુખ સહિત 1500 જેટલા સભ્યો જેમણે જવાબદારી સોપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, પક્ષમાં કાર્યકર્તાઓને પોતાની રજૂઆત કરવાનો અધિકાર છે અને તેના માટે આખી વ્યવસ્થા કરવામાં આવી હતી. દરેક જિલ્લામાં, દરેક બેઠક માટે ત્રણ નીરિક્ષકોને મોકલવામાં આવ્યા હતા જેમાં એક મહિલાનો પણ સમાવેશ કરાયો હતો. દરેક જિલ્લામાં જઇને તેમણે ચૂંટાયેલા પ્રતિનિધિ, સંગઠનના પ્રમુખ-મહામંત્રી, ધારાસભ્ય, સંસદ સભ્યોને સાંભળ્યા હતા અને તેમના દ્વારા સૂચવવામાં આવેલા નામને અલગ અલગ તારીખે સાંભળવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. પ્રદેશ અધ્યક્ષે કહ્યું હતું કે, ભાજપની પરંપરા રહી છે કે લગભગ 4 પદ છે, એ ચાર પદમાં મેયર,ડેપ્યુટી મેયર, નેતા, સ્ટેન્ડિંગ કમિટી, જિલ્લાના પ્રમુખ-ઉપ પ્રમુખ કારોબારીમાં નો-રિપીટેશનમાં લઇ જવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેના કારણે વધુમાં વધુ નવા લોકોને પણ તક મળશે. ભાજપ કુલ મળીને 90.5 ટકા જેટલી બેઠક જીત્યું છે જેને કારણે નવા લોકોને તક મળવી જોઇએ અને તેમનામાં રહેલી ટેલેન્ટનો ઉપયોગ થાય તેના માટે નિર્ણય કર્યો છે.