ગાંધીનગરઃ છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડના સસ્પેન્શન મુદ્દે કોંગ્રેસ આક્રમક બની છે. જે અંતર્ગત વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ધરણા પર બેઠા હતા. કેટલાક કોંગ્રેસી ધારાસભ્યોએ છાજિયા પણ લીધા હતા.  કોંગ્રેસનો આરોપ છે કે ભગવાન બારડને બંધારણ વિરુદ્ધ જઇને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


પ્રાપ્ત વિગત પ્રમાણે વિક્ષપ નેતા પરેશ ધાનાણી સહિત કોંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા ખાતે ઉગ્રે દેખાવો કર્યા હતા. પરેશ ધાનાણીએ જણાવ્યં કે, સરકારના દબાણથી ભગવાન બારડ સામે કાર્યવાહી કરવામાં આવી છે. રજૂઆત છતા રાજ્યપાલ તરફથી કોઇ જવાબ મળ્યો નથી. વિધાનસભાના અધ્યક્ષના હાથ બંધાયેલા છે. સસ્પેન્શન મુદ્દે ફરી વિચાર કરવા વિધાનસભાના અધ્યક્ષ તૈયાર નથી.

ભગવાન બારડને સસ્પેંશન મુદ્ધે કૉંગ્રેસના ધારાસભ્યોએ વિધાનસભા અધ્યક્ષની ઓફિસ બહાર ઉતર્યા ધરણા પર, જુઓ વીડિયો