ગાંધીનગર: ભાજપ કાર્યાલય કમલમ ખાતે આજે કોંગ્રેસના નેતાઓ સહિત અનેક કાર્યકરો ભાજપમાં જોડાયા છે. મહેમદાવાદના કોંગ્રેસના પૂર્વ ધારસભ્ય ગૌતમ ચૌહાણ અને  ખેડા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશ ઝાલા ભાજપમાં જોડાયા છે. આ પ્રસંગે ગુજરાત ભાજપ પ્રમુખ સીઆર પાટીલ અને મંત્રી અર્જુનસિંહ ચૌહાણ ખાસ હાજર રહ્યા હતા.


જાણો ભાજપમાં જોડાયા બાદ રાજેશ ઝાલાએ શું કહ્યું
આ અવસરે રાજેશ ઝાલાએ કહ્યું કે, ખેડા જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ તરીકે રાજીનામું મૂકી ભાજપમાં જોડાયો છું. છેલ્લા કેટલાય વર્ષથી ભાજપનું સાશન છે. ભારતના વિકાસ માટે જે પાર્ટી કામ કરતી હોય તે પાર્ટીમાં જોડાયો છું. પાર્ટીએ મને પ્રેમથી જોડ્યો છે. દેશનો વિકાસ અને યુવાનોનું સંઘર્ષ ભાજપમાં છે. 35 વર્ષના લોકોને કોંગ્રેસ શુ છે એ ખબર નથી.આ યુવાનો જ દેશ નું ઘડતર કરશે. હું 73 વર્ષે ભાજપમાં જોડાયો છું. ગરીબ અને યુવાનોનું ભવિષ્ય સુધરશે. મારી નારાજગી કોઈની જોડે નથી.


ભાજપમાં જોડાવા અંગે પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે આપી પ્રતિક્રિયા


તેમણે કહ્યું કે, સૌ પ્રથમ ભાજપ, રાજપા અને કોંગ્રેસમાં કામ કાર્યું છે. જે કામો વર્ષોથી નહોતા થયા તે ભાજપે કર્યા છે. ભાજપમાં જોડાવાનો છું એ વાતથી મારા કાર્યકરો ખુશ થઈ ગયા હતા. છેવાડાના નાગરિકથી લઈ ઉદ્યોગકારો બધા જ આ શાસનમાં ખુશ છે. હું અર્જુનસિંહ સામે જ ગઈ વખતે ચૂંટણી લડ્યો હતો છતાં તેમણે આવકાર્યો. આ પક્ષમાં આવતા હું ખૂબ ખુશ થયો છું.  મેં બહુ મોડું કર્યું ભાજપમાં જોડાવામાં, પણ મોડેથી પણ જોડાયો છું. દૂધમાં સાકર ભળે તેમ ભળી જઈશું, જે કામ પાર્ટી આપશે તે કરીશું. કોઈ અપેક્ષા વિના ભાજપમાં જોડાયો છું.


આ પણ વાંચો.... 


Astrology: આ રત્ન ઘારણ કર્યાના 30 દિવસ બાદ મળશે અભૂતપૂર્વ સફળતા, જાણો કઇ રાશિએ પહેરવું જોઈએ


DANG : સાપુતારામાં સુરતની 50થી વધુ પ્રવાસીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી


India Corona Cases Today: જુલાઈમાં સતત ચોથા દિવસે નોંધાયા 18 હજારથી વધુ કેસ, જાણો આજની સ્થિતિ


ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું


Edible Oil Price: જનતા પર મોંઘવારીનો વધુ એક માર, ખાદ્ય તેલના ભાવમાં થયો મોટો વધારો


Horoscope Today 10 July 2022:વૃષભ, કર્ક, સિંહ અને મીન રાશિના લોકો રહે સાવધાન, જાણો આજનું રાશિફળ