ગાંધીનગરઃ છેલ્લા કેટલાય દિવસથી કોગ્રેસ નેતા અલ્પેશ ઠાકોર ભાજપમાં જોડાશે તેવી અટકળો ચાલી રહી છે ત્યારે સવારે 11 વાગ્યે અલ્પેશ ઠાકોર પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ધડાકો કરી શકે છે. નોંધનીય છે કે તાજેતરમાં જ અલ્પેશ ઠાકોરે દિલ્હીમાં કોગ્રેસ  હાઇકમાન્ડ સાથે મુલાકાત કરી હતી. તે સિવાય તેણે અહમદ  પટેલ અને રાજીવ સાતવ સાથે પણ મુલાકાત કરી હતી. ધારાસભ્ય અલ્પેશ ઠાકોર પોતાના રાજકીય કરિયરને લઇને મોટી જાહેરાત કરી શકે છે. જોકે, કોગ્રેસે બધુ યોગ્ય હોવાનો દાવો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ગઇકાલે કોગ્રેસના બે ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા.  કૉંગ્રેસના ધારાસભ્ય જવાહર ચાવડા અને પરસોત્તમ રાબરિયાએ રાજીનામું આપ્યું હતુ. જવાહર ચાવડા તો ભાજપમાં પણ જોડાઇ ગયા હતા. જોકે, પરસોત્તમ સાબરિયા પણ ભાજપમાં જોડાય તેવી અટકળો વહેતી થઇ છે. તાલાલા ધારાસભ્ય ભગાભાઈ બારડના સસ્પેંશનને લઈ નેતા વિપક્ષ પરેશ ધાનાણીએ રાજ્યપાલને મળવાનો સમય માંગ્યો છે. ગઈકાલે પણ પરેશ ધાનાણીએ ભાગાભાઈ બારડને લઈ વિધાનાસભા અધ્યક્ષ રાજેંદ્ર ત્રિવેદીને રજૂઆત કરી હતી.